ડીસાના માલગઢ-પરબડી રોડ પર પાણી ભરાતાં રાહદારીઓ-વાહન ચાલકો ત્રસ્ત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-13 14:04:15
  • Views : 659
  • Modified Date : 2020-08-13 14:04:15

     શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં બે દિવસથી સાર્વત્રિક મેઘમહેર થતાં ધરતીપુત્રો સહિત પશુપાલકોમાં ખુશી વ્યાપી છે. સતત ત્રણ દિવસથી વરસી રહેલાં વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. માલગઢ ગામના પરબડી વિસ્તારમાં જવાના મુખ્ય માર્ગ પર બે થી ત્રણ ફુટ પાણી ભરાયું છે.જેથી વાહન ચાલકો અને રાહદારી મુશ્કેલી વેઠી રહ્યાં છે. ઉપરાંત રસ્તા પરથી હેવી વિજ લાઇન પસાર થઇ રહી છે. જેથી પાણીના ભરાવાથી થાભલાને પણ નુકશાનની ભિતી સેવાઇ રહી છે.

Download Our B K News Today App



Related News