ધાનેરાથી સોતવાડા-સામરવાડાના ડાયવર્ઝન રસ્તાથી રાહદારી પરેશાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-13 12:41:13
  • Views : 494
  • Modified Date : 2020-08-13 12:41:13

   ધાનેરામાં રેલ્વે પુલની કામગીરી શરૂ કરવામાં આવતા છેલ્લા આઠેક મહિનાથી મોટા વાહનો માટે સામરવાડાથી સોતવાડા થઇ ધાનેરા ડાયવર્ઝન આપવામાં આવેલ છે. પરંતુ આ રસ્તો આંતરીયાળ ગામડાઓનો હોવાથી મોટા વાહન ચાલતાં તે રસ્તા ઉપર મોટા ખાડાઓ પડી જવાના કારણે વાહનોને પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે. વારંવાર રજુઆતો છતાં રસ્તો રીપેર ન થતાં લોકો ત્રાહીમામ્ પોકારી ઉઠ્યા છે.અંગે સામરવાડા ગામના યુવા અગ્રણી ગજાભાઇએ જણાવેલ કે ‘આ રસ્તો ખેતરોમાં જવાનો રસ્તો હતો અને ત્યાં એક ગામથી બીજા ગામને જોડતો રોડ બનાવ્યો હતો અને તેમાં પણ આ ડાયવર્ઝનના કારણે તૂટી જતાં રોજના કેટલાય ખેડુતો આ ખાડાઓમાં પોતાના દૂધ ઢોળી રહ્યા છે અને અકસ્માતનો ભોગ બની રહ્યા છે. જો આ રસ્તો હવે તાત્કાલીક રીપેર નહી થાય તો રસ્તો સદંતર ખેડુતો દ્વારા બંધ કરી દેવામાં આવશે. જેથી સરકારના પ્રતિનિધીઓ આ બાબતે જાગૃત બની રસ્તો તાત્કાલીક રીપેર કરાવે.

Download Our B K News Today App



Related News