રાજકોટ બેડી માર્કેટીંગ યાર્ડમાં મગફળીની આવક બંધ કરાઇ, 20 હજાર ગુણી મગફળી યાર્ડમાં પડી છે, સવારથી હરરાજી શરૂ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-16 13:59:02
  • Views : 393
  • Modified Date : 2020-10-16 13:59:02

       આજથી 2 દિવસ સુધી સૌરાષ્ટ્રમાં છુટા છવાયો વરસાદ પડે તેવી શક્યતા છે. જેને લઈને માર્કેટીંગ યાર્ડના સતાધીશોએ મગફળીની આવક બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જેથી હાલ મગફળની આવક બંધ કરવામાં આવી છે. વધુમાં વધુ મગફળી વેચાય જાય તે માટે વેપારીઓ અને ખેડૂતો પ્રયત્ન કરી રહ્યાં છે.આજથી 2 દિવસ સુધી રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈને રાજકોટ બેડી માર્કેટીંગ યાર્ડમાં મગફળીની આવક બંધ કરવામાં આવી છે. જો કે માર્કેટીંગ યાર્જમાં હજુ પણ 20 હજાર મગફળી પડી છે. જેથી વહેલી સવારથી જ હરરાજી શરૂ કરવામાં આવી હતી. જો વરસાદ અને ખુલ્લામાં રહેલી મગફળી પલળી જાય તો ખેડૂતોને લાખોનું નુકસાન થાય. તેથી હરરાજી શરૂ કરી આગામી 2 દિવસ સુધી મગફળીની આવક બંધ કરવામાં આવી છે.ગુજરાતમાં ચોમાસું વિદાય લેવાની તૈયારીમાં છે. ત્યારે હવામાન વિભાગે આજથી 17 ઓકટોબર દરમિયાન સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં સામાન્યથી હળવા વરસાદની આગાહી કરી છે. 16 અને 17 ઓકટોબર દરમિયાન સૌરાષ્ટ્રના અમરેલી-ભાવનગરમાં ભારે વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે.

Download Our B K News Today App



Related News