રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં મગફળીની આવક શરૂ, ખેડૂતોને 800થી 970 રૂપિયા મગફળીનો ભાવ મળી રહ્યો છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-28 12:11:34
  • Views : 394
  • Modified Date : 2020-09-28 12:11:34

         રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં આજથી ફરી એક વખત મગફળીની હરાજી શરૂ થઈ ગઈ છે. જેથી રાજકોટ, કાલાવડ અને હળવદ વિસ્તારમાંથી ખેડૂતો મગફળી લઈને બેડી માર્કેટ યાર્ડમાં વહેલી સવારથી પહોંચી ગયા છે. હાલ ખેડૂતોને મગફળીનો ભાવ 800થી 970 રૂપિયા સુધી મળી રહ્યો છે. પરંતુ ખેડૂતોને મગફળીનો ભાવ 1100થી વધુ મળે તેવી આશા રાખી રહ્યાં છેસૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદના પગલે સારૂ ગુણવત્તા યુક્ત મગફળીની અછત જોવા મળે તેવી શક્યતા છે. હજુ પણ ભેજવાળી મગફળી જોવા મળી રહી છે. જેના કારણે ખેડૂતોને મગફળીનો પૂરતો ભાવ મળતો નથી. માર્કેટ યાર્ડના અધિકારીઓએ ખેડૂતોને અપીલ કરી છે કે મગફળી સુકવીને લાવવી જેથી કરીને ખેડૂતોને પુરતાં ભાવ મળે..એક અઠવાડિયા પહેલા રાજકોટમાં યાર્ડમાં રેકોર્ડ બ્રેક 2400 ક્વિન્ટલ મગફળીની આવક થઈ હતી. હરાજી પૂર્ણ થયા બાદ મગફળીની આવક બંધ કરવામાં આવી હતી. જે બાદ આજથી મગફળીની આવક શરૂ ગઈ છે.રાજ્ય સરકાર દ્વારા પણ અગાઉ જાહેરાત કરવામાં આવી છે કે ચાલુ વર્ષે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો ભાવ 1055 રૂપિયા રહેશે. જે માટે 1લી ઓક્ટોબરથી ટેકાના ભાવે મગફળી ખરીદી માટેનું રજીસ્ટ્રેશન શરૂ થશે. જે રજીસ્ટ્રેશન 20 ઓક્ટોબર સુધી યથાવત્ રહેશે. તો 21 ઓક્ટોબરથી ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

Download Our B K News Today App



Related News