વરસાદની આગાહીના પગલે 3 દિવસ બંધ રહ્યાં બાદ આજથી રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની હરાજી શરૂ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-21 12:55:33
  • Views : 340
  • Modified Date : 2020-10-21 12:55:33

          સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહીને લઈને રાજકોટ યાર્ડમાં મગફળીની આવક અને હરાજી બંધ રાખવામાં આવી હતી. છેલ્લા 3 દિવસથી મગફળીની આવક બંધ રહ્યા બાદ આજથી માર્કેટિંગ યાર્ડમાં મગફળીની હરાજી ફરી શરૂ કરવામાં આવી છે. રાજકોટ યાર્ડમાં આજે આશરે 35થી 40 હજાર ગુણી મગફળીની આવક થાય એવી શક્યતા છે. બીજી બાજુ સરકારે ટેકાના ભાવે 5 દિવસ બાદ મગફળીની ખરીદી શરૂ કરવાની જાહેરાત કરી છે. ખેડૂતોને હાલ રૂપિયાની જરૂર હોવાથી આ પાંચ દિવસ દરમિયાન મોટા પ્રમાણમાં મગફળીનું ઓપન યાર્ડમાં વેચાણ થઈ જશે.બીજી તરફ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પણ મગફળીની પુષ્કળ આવક થઈ રહી છે.રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા 3 દિવસથી ક્યાંક ધીમી ધારે તો ક્યાંય ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને લઈને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક અને હરાજી બંધ રાખવામાં આવી હતી. ત્યારે આજથી ફરી મગફળીની આવક શરૂ કરવામાં આવી છે.રાજકોટ જિલ્લામાં મંગળવારે ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે મોકરાઉન્ડ રખાયો હતો, પરંતુ હવે ટેકાના ભાવે ખરીદી 26 ઓક્ટોબરથી શરૂ થશે. રાજકોટ જિલ્લામાં 96 હજાર ખેડૂતે ટેકાના ભાવે વેચવા રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જિલ્લા પુરવઠા અધિકારી પૂજા બાવડાએ જણાવ્યું હતું કે, મંગળવારે મોકરાઉન્ડ રાખવામાં આવ્યો હતો. જે અંતર્ગત મંગળવારે જ મોસ્યૂરાઈઝ મશીન, ખાલી બારદાન વગેરે આવી ગયા હતા. આ ઉપરાંત કર્મચારીઓને તાલીમ આપવામાં આવી હતી .દરેક સેન્ટર પર વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી, પરંતુ રાજ્ય સરકારે જાહેરાત કરતા હવે રાજકોટ જિલ્લામાં 26 ઓક્ટોબરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે. ખરીદીનો સમય સવારના 8થી શરૂ થશે.

Download Our B K News Today App



Related News