પાવાગઢ મંદિર 16 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી બંધ, નવરાત્રીમાં 10 લાખ ભક્તો દર્શનાર્થે આવતા હોવાથી કોરોનાનું સંક્રમણ રોકવા નિર્ણય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-13 13:59:16
  • Views : 289
  • Modified Date : 2020-10-13 13:59:16

       નવરાત્રીમાં લાખો ભક્તો માતાના દર્શને આવતા હોવાથી પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા માચી અને પાવાગઢ તળેટીમાં મહાકાળી માતાના લાઇવ દર્શન માટે LCD સ્ક્રીન મૂકવામાં આવશે અને ત્યાં ભીડ થાય તો પોલીસ પ્રશાસન કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિની જાળવી રાખવા તૈયાર છે.ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના વધી રહેલા વ્યાપને લઇને પાવાગઢ મંદિર ટ્રસ્ટ અને પંચમહાલ જિલ્લા પ્રસાશને 16 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી પાવાગઢ મંદિર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. નવરાત્રી દરમિયાન પાવાગઢ મંદિરમાં મહાકાળી માતાના દર્શન માટે 8થી 10 લાખ લોકો આવે છે, જેને પગલે કોરોના સંક્રમણ સમગ્ર દેશમાં ફેલાઇ જવાની શક્યતા હોવાથી મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેનું ટુંક સમયમાં જ જાહેરનામુ બહાર પાડવામાં આવશે.આ પહેલા દેશભરની 64 શક્તિપીઠો પૈકીની એક એવી પાવાગઢ ડુંગર પર બિરાજમાન માતા કાલિકા માતાજીનું મંદિર 111 દિવસ બાદ આજે ખુલ્યું હતું. કોરોનાના કહેર અને વિકાસના ચાલુ કામોને લઇને માઈ ભક્તો માટે મંદિર દર્શન માટે બંધ રાખવામાં આવ્યું હતું. જેને પગલે ચૈત્રી નવરાત્રી દરમિયાન પાવાગઢના ઇતિહાસમાં પ્રથમ વખત ચૈત્રી નવરાત્રીમાં મહાકાળી માતાજીનું મંદિર બંધ રહ્યું હતું.

Download Our B K News Today App



Related News