માવઠું-ધૂમ આ‌વકથી કોબીજના ભાવ અઢી રૂપિયે કિલો પહોંચ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-14 13:48:35
  • Views : 506
  • Modified Date : 2020-03-14 13:48:35

ફુલેવર, કોબીજ, ટામેટાંના ભાવ તળિયે આવી ગયા છે. એપીએમસી માર્કેટમાં કોબીજ પ્રતિકિલો રૂ. 2.50, ફુલેવર પ્રતિકિલો રૂ. 4 અને ટામેટાં પ્રતિકિલો રૂ. 4ના ભાવે વેચાય છે. એક સમયે ટામેટાંના ભાવ રૂ. 100ને આંબી ગયા હતા. લંબાયેલા ચોમાસા અને ત્યાર બાદ માવઠાથી ખેડૂતોને ફરી રોવાનો વારો આવ્યો છે. જથ્થાબંધ માર્કેટમાં શાકભાજીનાં ભાવ સાવ તળિયે બેસી જતાંં ખેડૂતોને વાવેતરના ખર્ચા અને મજૂરીના રૂપિયા પણ ન મળે તેવી સ્થિતિ સર્જાઇ છે. છૂટક બજારમાં પ્રતિકિલો રૂ. 20ના ભાવે વેચાતા ફુલેવર અને કોબીજના ભાવ જથ્થાબંધ માર્કેટમાં માત્ર રૂ. 2.5 કિલો ચાલી રહ્યા છે. હોલસેલનો ભાવ >  શાકભાજીભાવ (કિલો રૂ.) કોબીજ-1.5થી 2.5 રૂપિયા ફુલેવર-1.5થી 4 રૂપિયા ટામેટાં- 1.5થી 4 રૂપિયા

Download Our B K News Today App



Related News