પત્રકારનો દાવો, પાકિસ્તાની સેના ભારે હથિયારો સાથે ભારત-પાક. બોર્ડર તરફ આગળ વધી રહી છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-12 16:33:51
  • Views : 793
  • Modified Date : 2019-08-12 16:33:51

ભારે હથિયારોની સાથે પાકિસ્તાની સેના લાઈન ઓફ કંટ્રોલ તરફ આગળ વધી રહી છે આવો દાવો પાકિસ્તાનના એક પત્રકાર દ્વારા કરવામાં આવ્યો છે. આ બાબતને લઈને પાકિસ્તાની સેના કે ભારતીય સેના દ્વારા કોઈ જ આધિકારીક નિવેદન આપવામાં આવ્યું નથી.પાકિસ્તાનના પત્રકાર હામિદ મીરે એક ટ્વીટ કરીને કહ્યું કે પાકિસ્તાનની સેના ભારત-પાક બોર્ડર તરફ હથિયારો સાથે આગળ વધી રહી છે. રાત્રિથી જ ભારે હલચલ પાકિસ્તાન સેનામાં જોવા મળી રહી છે. જો કે આ ટ્વીટને લઈને પાકિસ્તાનના પત્રકાર દ્વારા કોઈ ચોક્કસ પુરાવા આપવામાં આવ્યા નથી. હામિદે એવું પણ લખ્યું કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં લોકો પાકિસ્તાનની સેનાનું સ્વાગત કરી રહ્યાં છે.પાકિસ્તાનના વધુ એક પત્રકાર વજાહત ખાન પણ એવો દાવો કર્યો કે પાકિસ્તાનની સેના અનઔપચારિક રીતે મૂવમેન્ટના આદેશ આપી દેવાયા છે. આ આદેશ પાકિસ્તાનની પૂર્વ સીમામાં તૈનાત સેનાને આપવામાં આવ્યા છે. હાલ ભારતીય સેના કાશ્મીરમાં છે, કોઈ અનઈચ્છનીય ઘટના ના બને તે માટે અતિરિક્ત્ત સેના ભારત સરકારે કાશ્મીરમાં ખડકી દીધી છે. આમ કલમ 370ને લઈને ભારત પાકિસ્તાન વચ્ચે વિવાદ વકર્યો છે.

Download Our B K News Today App



Related News