વારાહીમાં પત્નીની ક્રૂર હત્યા કરનાર પતિ દારૂના નશામાં માનસિક વિકૃત થઇ જતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-13 13:33:58
  • Views : 422
  • Modified Date : 2020-03-13 13:33:58

 વારાહીમાં પત્નીના ગુપ્તાંગમાં હાથ નાખી હત્યા કરનાર પતિને પોલીસે ધરપકડ કરી રિમાન્ડ મંજુર કરી તપાસનો દોર શરૂ કર્યો છે ત્યારે તપાસમાં નશાની હાલતમાં પત્નીની હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું ઉપરાંત નશામાં તેની માનસિક વિકૃત હોવાનું પણ બહાર આવ્યું છે. વારાહીમાં પારકરા વિસ્તરામાં ક્રૂર પતિ ઠાકોર વેરશીએ પત્નીના ગુપ્તાંગના ભાગમાં હાથ નાખી ગઁભીર ઈજાઓ થવા છતાં સારવાર માટે ન લઇ જવા દઈ દર્દનાક હાલતમાં તડપતી ધરમાં રાખી મુકતા 12 કલાક બાદ તેનું અસહ્ય દર્દના કારણે અને અતિશય લોહી વહી જવાથી મોત નીપજ્યું હતું ત્યારે પોલીસે પત્નીના પિતાની ફરિયાદ આધારે પતિની ધરપકડ કરી ચાણસ્મા કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 16 માર્ચ સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા અને પોલીસે કસ્ટડીમાં લઇ ગુનાની હકીકત પરથી પડદો ઉઠાવવા તપાસનો દોર શરૂ કર્યો છે જેમાં પતિએ નશાની હાલતમાં ઘર કંકાશના કારણે ક્રોધમાં આવી પત્નીની હત્યા કરી છે તેવું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું .પોલીસ તપાસમાં પતિ નશામાં માનસિક વિકૃતિ જેવું વર્તન કરતો હતો.જેમાં અઢી માસ અગાઉ જ પોતાના પુત્રના હાથની આંગળી બટકું ભરી ખાઈ ગયો હતો અને ગંભીર ઈજા થતા પુત્રને સારવાર અર્થે ખસેડવો પડ્યો હતો.જેને લઇ પુત્રને આંગળીનો ભાગ ગુમાવો પડ્યો છે.

Download Our B K News Today App



Related News