કુંભાસણની પરિણીતાને તું પિયરથી કઇ લાવી નથી કહી પતિએ ત્રણ તલાક આપ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-19 16:54:51
  • Views : 1660
  • Modified Date : 2020-02-19 16:54:51

જુના ડીસાની મહિલા અને પાલનપુરની પરણીતાને સાસરિયાએ ત્રાસ આપી મારઝૂડ કરી તેના પતિએ ત્રણ તલાક આપી ઘરમાંથી કાઢી મુકતા પરિણીતાએ સાસરિયાના 5 વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જુના ડીસાના સાહિસ્તાબાનું મહમદઅલી ચાવડાના લગ્ન પાલનપુરના કુંભાસણ ગામે અફઝલખાન અહેમદખાન પરમાર સાથે 2009માં થયા હતા. લગ્નના થોડા દિવસ બાદ સાસરીયા દ્વારા તેને અવારનવાર શારિરીક માનસિક ત્રાસ આપી મારઝુડ કરતા હતા. જોકે ગૃહસ્થી ના બગડે તેથી પરિણીતાએ તેના પરિવારને જણાવ્યું ન હતું. તેમ છતાં સાસરીયા દ્વારા કરિયાવરમાં તું કઇ લાવી નથી, અમારે સ્કોર્પિયો ગાડી લાવવી છે તેવા મ્હેણા ટોણા મારી શારીરિક માનસિક ત્રાસ આપી ગડદાપાટુનો મારમારી મહિલાને એના પતિએ ત્રણ તલાક બોલી કાઢી મુકતા મહિલાએ ડીસા તાલુકા પોલીસ મથકે સાસરીયા સામે ફરિયાદ નોંધાવી હતી < (1).અહેમદખાન હયાતખાન પરમાર(2).નરગીસ અહેમદખાન પરમાર  (3).પરવેજ ખાન અહેમદખાન પરમાર (4).રાધુબેન અહેમદખાન  (5).અફઝલખાન અહેમદખાન પરમાર < ( રહે.પાલનપુર, ગુજરાત હાઉસિંગ સોસા.,માલણ દરવાજા).

  


Download Our B K News Today App



Related News