પત્નીને જીવતી સળગાવનાર પતિને આજીવન કેદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-14 12:07:24
  • Views : 763
  • Modified Date : 2020-07-14 12:07:24

જૂનાડીસા ગામે પરણિતાને તેના પતિએ જ ત્રણ વર્ષ અગાઉ કેરોસીન છાંટી જીવતી જ સળગાવી દીધી હતી. જે અંગેનો કેસ ડીસા કોર્ટમાં ચાલી જતાં મૃતકના પતિને આજીવન કેદની સજા ફટકારાઈ હતી.જુનાડીસા રાવળવાસમાં રહેતાં લક્ષ્મીબેન પ્રવિણભાઇ રાવળ 17 નવેમ્બર-2016 ની સાંજે વાડામાં જઇ રહ્યાં હતાં.જે દરમ્યાન તેમના પતિ પ્રવિણભાઇ ચમનભાઇ રાવળે ઘરમાં પડેલું કેરોસીનનું ડબલુ લઇને "તું મરીજા નહીંતર તને મારી નાખીશ’ તેવી ધમકી આપી કેરોસીન છાંટી દિવાસળીથી લક્ષ્મીબેનને સળગાવી દીધા હતાં.જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. આથી પોલીસે પ્રવિણભાઇ રાવળ સામે હત્યાનો ગુનો નોંધવામા આવ્યો હતો. આ કેસ ડીસાના બીજા એડીશનલ સેશન્સ જજ બી.જે.દવે સમક્ષ ચાલી જતાં પ્રવિણભાઇ ચમનભાઇ રાવળને આજીવન કેદની સજા ઉપરાંત રૂપિયા એક હજારનો દંડ ફટકાર્યો હતો.

Download Our B K News Today App



Related News