પાલનપુરના કીર્તિસ્તંભ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાને લઇ દર્દીઓ પરેશાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-02 15:20:37
  • Views : 510
  • Modified Date : 2020-08-02 15:20:37

   કીર્તિસ્તંભ વિસ્તારમાં પાલનપુરની કેટલીક મોટી હોસ્પિટલો આવેલી છે. જ્યાં ઇમજન્સીમાં દર્દીને લઇ જવું હોય તો એમ્બ્યુલન્સને દવાખાના સુધી પહોંચતા જ દર્દીનો દમ નીકળી જાય તે હદે ટ્રાફિકની સમસ્યા વકરી છે. મુખ્ય રસ્તા ઉપર વાહન ચાલકો, રિક્ષા ચાલકો તેમજ લારી ધારકોએ અડિંગો જમાવી દીધો છે. જેથી દવાખાના સુધી બાઇક પણ નીકળી ન શકે એ હદે રસ્તાઓ સાંકડા થઇ ગયા છે. ઉપરાંત કેટલાક વાહનચાલકો તેમના વાહનો રોડ ઉપર જ પાર્કિંગ કરીને જતા રહે છે. જ્યારે દર્દીને ઉપાડીને દવાખાના સુધી લઇ જવું પડે તે હદે સમસ્યા વકરી છે.

Download Our B K News Today App



Related News