એરપોર્ટ કર્મચારીની મસમોટી ભૂલ, મલેશિયા ફરવા ગયેલા પાટણના યુવકનું સ્કેનિંગ ન કર્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-19 17:23:38
  • Views : 615
  • Modified Date : 2020-03-19 17:23:38

ચીન બાદ સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે આજે પાટણમાં પણ એક શંકાસ્પદ કોરોનાનો કેસ પ્રકાસમાં આવતા આરોગ્ય વિભાગ તેમજ મેડિકલ ડોકટરમાં દોડધામ મચી જવા પામી હતી. મૂળ પાટણમાં ભોલેનાથ પાર્કમાં રહેતો મિતેશ રાવલ જે 11 દિવસની ટુરમાં મલેશિયા માટે ફરવા ગયો હતો અને તારીખ 12ના રોજ અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યો હતો પરંતુ એરપોર્ટ વિભાગની ઘોર બેદરકારી સામે આવી હતી, અહિં આ યુવાનને કોઈ પણ જાતના સ્કેનિંગ વિના એરપોર્ટ પરથી પાટણ મોકલી દીધો હતો તો સાથે યુવાને પણ પાટણ આવ્યા બાદ કોઈ પણ પ્રકારનું મેડિકલ ચેકઅપ ન કરાયું હતું.પરંતુ ગત રોજ તેને ખાંસી ગળામાં દુખાવો થતા આજરોજ પોતે જાતે પાટણ સિવિલમાં સારવાર અર્થે આવ્યો હતો ત્યારે આરોગ્ય વિભાગ દોડતું થઈ જવા પામ્યું હતું. ડોકટર્સ ત્યારે તેને તપાસ કરતા કોરોનાના શંકાસ્પદ લક્ષણો લાગતા તેને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાં તેને સારવાર બાદ વધુ તપાસ માટે ઘારપુર મેડિકલ હિસ્પિટલ ખાતે તેને મોકલી આપ્યો હતો. આ યુવાનને સ્પેસયલ આઇસોલેશન વોર્ડમાં સારવાર તેમજ તેની મેડિકલ ચેકણપ અને બ્લડ સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યો છે અને આરોગ્ય વિભાગ દ્વારા આ યુવાન જેટલા લોકોના સંપર્કમાં આવ્યો છે તેમની પૂછપરછ હાલ તો હાથ ધરવામાં આવી છે પરંતુ પાટણમાં શંકાસ્પદ કેસ નોંધાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે– પાટણમાં કોરોના વાયરસનો શંકાસ્પદ કેશ આવ્યો સામે– મલેશિયાથી પરત ફરેલ યુવકને કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાયા– પાટણ સિવિલ હોસ્પિટલમાં તપાસ માટે આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું– યુવકને ખાસી, ગળામાં દુખાવો હોવાની તકલીફ આવી સામે– એપિડેમીક મેડિકલ ઓફિસર સહિત મેડિકલ ટીમ સિવિલમાં હાજર– મલેશિયાથી આવેલ આ યાંત્રિકનું એરપોર્ટ પર સ્કિનિંગ થયું નથી– 11 દિવસની ટુર પર ગયેલ હતો યુવાન

Download Our B K News Today App



Related News