પાટણ-ડીસા હાઇવે ઉપર બાવળો રોડ ઉપર આવી જતાં વાહન ચાલકો પરેશાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-09 13:12:43
  • Views : 360
  • Modified Date : 2019-12-09 13:12:43

પાટણથી ડીસા ના હાઇવે ઉપર વાહનોનો ભારે ઘસારો હોય છે પરંતુ માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ રસ્તાને ક્યારેય રીપેર કરવામાં કે આજુબાજુથી બાવળો કે અન્ય ઝાડ કાપવામાં ન આવતા હોવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલી ભોગવવી પડી રહી છે. આ બાવળો રોડ ઉપર આવી જતાં ક્યારેક નાના મોટા અકસ્માતો પણ થાય છે તેમ છતા આ તંત્રની ઉંઘ ઉડતી નથી.સરકાર દ્વારા રોડ બનાવવામાં તેમજ રીપેરિંગ કરવામાં સરકાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યા છે. પરંતુ જે કંપનીઓ રોડ બનાવે છે તેના ઉપર અધિકારીઓનું મોનીટરીંગ ન હોવાથી થોડા જ મહિનાઓમાં ટુટી જાતા હોય છે. તેવી જ રીતે રીપેરીંગની ગ્રાન્ટ અને રોડ સફાઇની ગ્રાન્ટ પણ બારોબાર કાગળો ઉપર ઉધરી જતી હોવાના કેટલાંય બનાવો સામે આવી રહ્યા છે. હાલમાં વાત કરીએ તો પાટણથી ડીસા સુધીના માર્ગમાં પાટણ જિલ્લાની હદ સુધીનો રોડ એકદમ ટુટેલી હાલતમાં અને રોડની સાઇડમાં ત્રણ ત્રણ ફુટ બાવળો પણ રસ્તા ઉપર આવી ગયેલા છે. તેવો જોવા મળી રહ્યો છે. જેના કારણે વાહન ચાલકો ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. અને અવાર નવાર આવા બાવળોમાંથી અચાનક પશુઓ નિકળતા અકસ્તોમાં પણ મોટા પ્રમાણમાં થાય છે અને આ બાબતે લોકોએ અનેકવાર માર્ગ અને મકાન વિભાગસ્ટેટના અધિકારીઓને કરવા છતાં કોઇ પગલાં લેવામાં આવતા નથી. તેમજ આ બાવળો પણ કાપવામાં ન આવતા હોવાથી લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.


Download Our B K News Today App



Related News