પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્યને બચાવવા ખેતરમાં સુવિચાર બોર્ડ લગાવ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-06 12:14:22
  • Views : 632
  • Modified Date : 2019-06-06 12:14:22

આજના સમયમાં લોકો હવે ઓર્ગેનિક ખેત પેદાશો પ્રત્યે વધુ આકર્ષાઈ રહ્યા છે. ત્યારે ડીસાના એક ખેડૂતે આ મામલે એક કદમ આગળ વધીને પર્યાવરણ અને લોકોના સ્વસ્થને બચાવવા પોતાના ખેતરમાં સુવિચાર દર્શાવતા બોર્ડ લગાવ્યા છે. ખેડૂતનું માનવું છે કે ખેત પેદાશો પર લોકો નભતા હોય છે ત્યારે આવી પવિત્ર જગ્યા પર કોઈએ ખોટું કરવું ન જોઇયે.  તમે કદાચ કોઈ કચેરીમાં ગુટખા ખાવી નહીં, મોબાઈલ વાપરવો નહીં.. એવા બોર્ડ વાંચ્યા હશે. પરંતુ ક્યારેય કોઈ ખેતરમાં આવા બોર્ડ જોયા છે ખરા...? તો આવા બોર્ડ પોતાના ખેતરમાં લગાવ્યા છે ડીસા તાલુકાનાં એક પ્રગતિશીલ ખેડૂત કનવરજી ઠાકોરે. કનવરજી ઠાકોરનું માનવું છે કે ખેતરમાં તૈયાર થતાં પાક પર લોકો નિર્ભર રહેતા હોય છે ત્યારે ખેતર એક પવિત્ર સ્થળ છે અને આવા પવિત્ર સ્થળની પવિત્રતા જળવાઈ રહે,પર્યાવરણની જાળવણી થાય તે માટે તેમણે તેમના ખેતરમાં ગુટખા ખાવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ ઉપરાંત તેમના ખેતરમાં કનવરજી ઠાકોર મોબાઈલ ફોનનો વપરાશ પણ પોતે તો નથી કરતાં પરંતુ અન્ય કોઈને પણ કરવા દેતા નથી. ઓર્ગેનિક ખેતી કરીને લોકોને શુધ્ધ આહાર આપી રહેલા કનવરજી ઠાકોર દ્વારા તેમના ખેતરમાં  અસંખ્ય બોર્ડ લગાવવામાં આવ્યા છે અને તેના પર આ પ્રકારની સૂચનાઓ લખવામાં આવી છે. કનવરજી ઠાકોરે તેમના ખેતરમાં આવા બોર્ડ કેમ લગાવ્યા તે અંગે જ્યારે અમે કનવરજી ઠાકોરનો સંપર્ક કર્યો ત્યારે તેમણે જણાવ્યું કે ભારતમાં ધરતીને એટલા માટે માતા માનવમાં આવે છે કે તે અનાજ પકવે છે તેના પર જનજીવન નભતું હોય છે ત્યારે તેને પવિત્ર રાખવાની આપણી ફરજ છે. અને એટલા જ માટે ધરતી માતાને પ્રદુષિત થતી અટકાવવા માટે મેં ખેતરમાં ધરતી માતાને પ્રદુષીત થતી અટકાવવા અને પર્યાવરણ બચાવવા માટે સુવિચારો દર્શાવતા બોર્ડ લગાવવામાં આવ્યા છે, જેને લોકોમાં સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. 


Download Our B K News Today App



Related News