ડીસામાં પ્રવિણ તોગડીયાએ હિંદુ પરિષદના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-23 14:35:36
  • Views : 423
  • Modified Date : 2019-12-23 14:35:36


ડીસા આંતરરાષ્ટ્રીય વિશ્વહિંદુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ ડીસા ખાતે વિશ્વહિંદુ પરિષદના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી. જેમાં દેશમાં ચાલી રહેલા અનેક મુદ્દાઓને લઈને કાર્યકર્તાઓ સાથે ચર્ચાવિચારણા કરી હતી.આંતરરાષ્ટ્રીય વિશ્વ હિંદુ પરિષદના અધ્યક્ષ પ્રવિણ તોગડીયા ડીસા ખાતે આવેલ વર્તમાન સોસાયટી ખાતે પોલીસ કાફલા સાથે પહોંચ્યા હતા. જ્યાં ડીસા ખાતે કાર્યરત વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તાઓ તેમજ અન્ય સંગઠનના લોકોએ તેમનું સ્વાગત કર્યુ હતુ. જે બાદ વિશ્વહિંદુ પરિષદના તમામ કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી. હાલમાં દેશમાં ચાલી રહેલ અનેક મુદ્દાઓને લઇ પ્રવીણ તોગડિયા વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તાઓ  સાથે ચર્ચા વિચારણા કરી હતી. ખાસ કરીને હાલમાં ચાલી રહેલ નાગરિકતા  બિલના મુદ્દે સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. ત્યારે સરકારના આ નિર્ણયને પ્રવીણ તોગડિયાએ વધાવી લીધુ હતું અને જણાવ્યું હતું કે આઝાદી સમયે ભારત દેશ અને પાકિસ્તાન વચ્ચે પરસ્પર હિંદુ, મુસ્લિમને પોતાના દેશમાં સાચવવા માટેના કરાર થયા હતા. પરંતુ આજે બંને દેશમાં સ્થિતિ કંઈક અલગ જોવા મળી રહી છે. ભારત દેશમાં મુસ્લિમ સમાજની દિવસે દિવસે સંખ્યા વધી રહી છે અને બીજી તરફ પાકિસ્તાનમાં હિંદુઓની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો છે ત્યારે ભારત દેશ તાત્કાલિક ધોરણે પાકિસ્તાનના ભાગલા પાડી અને પાકિસ્તાનમાં વસતા ભારતીયોને ભાગ અપાવવા માટેની કામગીરી કરવી જોઈએ. બીજીતરફ સતત ભારત દેશમાં મહિલાઓ પર અત્યાચારના બનાવો વધી રહ્યા છે. ત્યારે આવા બનાવો બનતા અટકે તે માટે તમામ તાલુકાઓમાં મહિલા ટ્રેનિંગ કેમ્પ શરૂ કરવાની પ્રવીણ તોગડિયાએ જાહેરાત કરી હતી. જેના કારણે મહદંશે  મહિલા ઉપરના અત્યાચારો ઘટાડી શકાય હાલમાં ખેડૂતો સૌથી વધારે રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરે છે. જેના કારણે લોકોને મોટું નુકસાન થઈ રહ્યુ છે ત્યારે ખેડૂત રાસાયણિક ખાતરથી દૂર રહી અને સારી ખેતી કરે તે માટે ફ્રીમાં પ્રવીણ તોગડિયાએ ઓર્ગનીક ખાતર આપવાની જાહેરાત કરી હતી



Download Our B K News Today App



Related News