શિવ પરિવારનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને મહારુદ્ર યજ્ઞ યોજ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-13 13:32:38
  • Views : 388
  • Modified Date : 2020-03-13 13:32:38

શિવ પરિવારનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને મહારુદ્ર યજ્ઞ યોજ્યોપાલનપુર તાલુકાના જડીયાલ ગામે હોળી-ધુળેટીના પવિત્ર દિવસે શિવ પરિવાર મહાદેવનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને  મહારુદ્ર યજ્ઞ  યોજવામાં આવ્યો હતો.આ શિવ પરિવારના  પ્રાણપ્રતિષ્ઠા  મહોત્સવમા મહંત તરીકે મુખ્યત્વે કિશનગીરીજી મુનીજી કેદારનાથ મહાદેવ બાલુન્દ્રા, હરદેવપુરીજી  મહારાજ બાલારામ  મહાદેવ  જસપુરીયા, બુદ્ધપુરીજી મહારાજ અમીરગઢ, દયાલલપુરી મહારાજ હરહર ગંગેશ્વર મહાદેવ હાથીદરા,ચીનું ભારતીજી મહારાજ મુકુંદપુરી  ઉકરડા,ઈશ્વરપુરીજી મહારાજ સુઈગામ વગેરે મહાન મહંતોની  ઉપસ્થિતિમાં  મોટા  પ્રમાણમાં ઉપસ્થિત રહીને શિવ પરિવાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પ્રતિષ્ઠા  કરવામાં આવી હતી. જેમાં તમામ સમાજના અગ્રણીઓ મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા હતા અને આવનાર મહેમાનો તમામ સમાજના હજારોની સંખ્યામાં શિવ પરિવાર મહાદેવના પવિત્ર શિવરાત્રીના દિવસે દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. જેમાં શિવ પરિવાર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં  મહારુદ્ર  યજ્ઞનું  આયોજન  અને શોભાયાત્રા  કાઢવામાં આવી હતી. જેમાં વિશાળ સંખ્યામાં લોકો ઉમટી પડ્‌યા હતા અને તમામ સમાજના લોકોએ પોતાની યથાશક્તિ દાન આપીને નાણા એકઠા કરવામાં આવ્યા હતા આજુબાજુના તમામ ધર્મપ્રેમીઓને નિમંત્રણ આપવામાં આવ્યું હતું. જેથી  મોટી  સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.આમ આ કાર્યક્રમમાં મહાન સંતો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તમામ મહાન સંતોના ગામલોકોએ આશીર્વચન લીધા હતા મહાદેવની પ્રાણપ્રતિષ્ઠા કર્યા પછી શિવરાત્રીના પવિત્ર દિવસે તમામ લોકોએ દેવોના દેવ શિવ પરિવારના  દર્શન કરીને ગામલોકોએ ધન્યતા અનુભવી હતી. આ મહોત્સવમાં  આવનાર તમામ મહેમાનોને ભોજનપ્રસાદી આપીને વિદાય આપવામાં આવી છે. આમ આ પ્રસંગમાં ગામના તમામ  સમાજના આગેવાનો અને યુવાન મિત્રોના  સાથ  સહકારથી શિવ પરિવાર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને સૌના સાથ  સહકારથી  બુધવારના સાંજે પૂર્ણાહુતિ કરવામાં  આવી હતી.


Download Our B K News Today App



Related News