વાસણા (વાતમ)ની પરિણીતાને ત્રાસ આપી સાસરીએથી કાઢી મૂકી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-02 13:57:31
  • Views : 958
  • Modified Date : 2020-07-02 13:57:31

 થરાદના જેતડા ગામે રહેતી યુવતીના લગ્ન લાખણીના વાસણા (વાતમ) ગામે થયા હતા. જ્યાં યુવતીને છેલ્લા બે વર્ષ અગાઉથી તેના સાસરીયાઓ શારીરિક માનસિક ત્રાસ આપી વારંવાર દહેજની માંગ કરી મહેણા ટોણા મારતા હતા. તે બાદ માર મારી ઘરેથી કાઢી મુકી હતી. જોકે પરિણીતાના પિતાએ સ્ત્રી ધનમાં આપેલા દરદાગીના તેમજ વાસણો તેમના અંગત ઉપયોગ માટે વાપરી નાખી પરિણીતાને મારી નાખવાની ધમકીઓ આપતાં પરિણીતાએ સાસરિયાના ભરતભાઇ સુબાભાઇ રાજપુત, સુબાભાઇ ભીખાભાઇ રાજપૂત અને કિરણભાઇ સુબાભાઇ રાજપુત સામે ફરિયાદ નોંધાવી છે.

Download Our B K News Today App



Related News