ડીસાના ઘાડાની પરિણીતાએ ઘર કંકાસથી કંટાળીને આપઘાત કર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-08 12:17:56
  • Views : 644
  • Modified Date : 2020-07-08 12:17:56

 ડીસા તાલુકાનાં ઘાડા ગામની પરિણીતાએ ઘર કંકાશથી કંટાળી ઘરમાં જ ગળે ટૂંપો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે.જો કે,પરિણીતાના પરિવારે તેમની દીકરીની હત્યા થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. દાંતીવાડા તાલુકાના માલપુરીયા ગામના નારણભાઇ દેવરાજભાઇ પરમાર (ઠાકોર) ની દિકરી પિન્કીબેન (ઉ.વ. 24) ના લગ્ન ચાર વર્ષ અગાઉ ડીસાના ઘાડા ગામના દિનેશજી નાગરજી ઘાડીયા સાથે થયાં હતાં.બન્નેના સુખી લગ્ન જીવન દરમ્યાન એક દોઢ વર્ષની પુત્રી અવતરી હતી. જો કે,થોડા સમય બાદ સાસરીયા દ્વારા ત્રાસ આપતા પિન્કીબેન રીસાઇને પિયર ચાલ્યા ગયા હતા. પરંતુ ઘર સંસાર ન બગડે તે માટે તેઓ પરત ઘાડા આવી ગયા હતાં. પરંતુ છેલ્લાં ચાર દિવસથી પરણિતાને પિયરમાં વાત કરવાની બંધ કરાવી દીધી હતી. જેથી સાસરીયાના ત્રાસ થી સોમવારે ઘાડા ગામે ખેતરમાં આવેલ મકાનમાં ગળે ફાસો ખાઇ જીવન ટુકાવી લીધું હતું. મૃતક યુવતિના પરીવારજનોને જાણ થતાં પરિવારના સભ્યો  તાત્કાલિક ઘાડા ગામે પહોંચી તપાસ કરતાં ગળાના ભાગે નિશાન મળી આવ્યાં હતાં અને સાસરીયા નજરે પડ્યા ન હતાં.આથી મૃતકની લાશને ડીસા સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે લાવી હતી. આ અંગે મોઘજીભાઇ હરજીભાઇ પરમારએ ડીસા તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ ડીસા ડીવાયએસપી ડો. કુશલ ઓઝા ચલાવી રહ્યા છે. 

Download Our B K News Today App



Related News