Parle બાદ હવે બ્રિટાનિયા પર મંદીનો માર, કંપનીએ લીધો આ મહત્વનો નિર્ણય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-23 13:37:51
  • Views : 611
  • Modified Date : 2019-08-23 13:37:51

દેશની પ્રખ્યાત બિસ્કિટ બનાવતી કંપની બ્રિટાનિયા હવે ટૂંક સમયમાં બિસ્કિટના ભાવ વધારે તેવું લાગી રહ્યુ છે. સાથે સાથે કંપની તેના ખર્ચ પર કાપ મુકવાનું પણ વિચારી રહી છે. દેશમાં હાલ જ્યાં જુઓ ત્યાં મંદીનો માહોલ છે. પહેલા ઓટો સેક્ટરમાં ભયંકર મંદીના સમાચાર હતા અને હવે એક પછી એક દિગ્ગજ કંપનીઓ ખોટના ખાડામાં પડી હોય તેવા સમાચાર આવી રહ્યા છે.બ્રિટાનિયા તરફથી આ નિવેદન એવા સમયે આવ્યુ છે જ્યારે બિસ્કિટ કંપની પારલે પર 10 હજાર કર્મચારીઓની નોકરી પર સંકટના વાદળાઓ છવાયેલા જોઈ શકાય છે.આર્થિક સુસ્તી જવાબદારબ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝના માર્કેટ હેડ વિનય સુબ્રમણ્યમે જણાવ્યુ કે ગયા વર્ષે પાંચ-છ મહિનામાં આર્થિક સુસ્તી જોવા મળી રહી છે અને જાન્યુઆરી સુધી હજુ આ સમય વધારે ખરાબ આવશે તેવું હાલતો દેખાઈ રહ્યુ છે. સુબ્રમણ્યમે જણાવ્યુ કે ત્રીજા ક્વાટરમાં એટલે કે ઓક્ટોબરમાં બિસ્કિટની કિંમતમાં થોડો વધારો થશે.તેમણે આગળ જણાવ્યુ કે એક તો ઉદ્યાગ જગતમાં હાલ ભયંકર મંદી ચાલી રહી છે. સુબ્રમણ્યમે જણાવ્યા અનુસાર કંપનીના વેચાણમાં ભારે ભરખમ ઘટાડો નોંધાયો છે જેની અસર પડી છે. કંપની સતત મુલ્યાંકન કરી રહી છે. આશા છે કે ચોમાસાનો ફાયદો કંપનીને જરૂરથી મળશે.Parle પર છટ્ટણીનું તોળાતુ સંકટહાલમાંજ પ્રખ્યાત બિસ્કિટ કંપની Parleએ આવનારા દિવસોમાં 10,000 કર્મચારીઓની છટ્ટણીના સંકેત આપ્યા છે. Parleના કેટેગરી હેડ મયંક શાહ અનુસાર આવા હાલ બેહાલ GSTના મારને લીધે થયા છે.વાસ્તવમાં GST લાગૂ થતા પહેલા 100 રૂપિયે પ્રતિ કિલોથી ઓછી કિંમતવાળા બિસ્કિટ પર 12 ટકા ટેક્સ લાગતો હતો, પણ સરકારે બે વર્ષ પહેલા GST લાગૂ કર્યો તો તમામ બિસ્કિટો પર 18 ટકાના સ્લૈબમાં નાખી દીધા હતા. મયંક શાહનું કહેવુ છે કે આના કારણે બિસ્કિટના ભાવ વધારવા પડ્યા અને વેચાણ પર આની સીધી અસર પડી.વેચાણ ઓછુ થતા પ્રોડક્શન ઓછુ થયુ મયંક શાહનું કહેવુ છે કે આ જ કારણે બિસ્કિટની કંપનીઓના ભાવ વધારવા પડ્યા અને કંપની ખોટ ટાળવા માટે કર્મચારીઓની છટ્ટણી કરવાનો નિર્ણય કર્યો છે.

Download Our B K News Today App



Related News