ઘરના બંદરને પુરી રાખો છો અંદર... અને પારકાને ચૂકવ્યા પંદર.. પંદર...!

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-17 14:04:23
  • Views : 392
  • Modified Date : 2020-03-17 14:04:23

ઘરના બંદરને પુરી રાખો છો અંદર... અને પારકાને ચૂકવ્યા પંદર.. પંદર...! ગુજરાત વિધાનસભામાં આવેલ પોડીયમમાં ગૃહ ચાલુ હોય ત્યારે ગૃહની કાર્યવાહી જોવા માટે રાજયભરમાંથી લાવવામાં આવતા લોકો ભારે કોલાહલ કરતા રહેતા હતા. તેમાં પણ મહિલાઓની સંખ્યા વધુ પ્રમાણમાં  રહેતી હતી. પરંતુ કેન્દ્ર સરકારના કોરોના વાઈરસને લઈને અપાયેલા આદેશ બાદ ગુજરાત સરકારે ણ તેનો અમલ સોમવારથી શરૂ કરી દીધો છે. એટલે રાજ્યભરની શાળા-કોલેજો ૩૦ માર્ચ સુધી નહિ ખુલે, તો જાહેર કાર્યક્રમો પણ રદ્દ કરી દેવામાં આવ્યા છે.  વિધાનસભામાં  પણ લોકોને ન લાવવા સૂચના અપાઇ જતા, હવે પોડીયમમાં શાંતિ છવાઈ ગઈ છે. જેમાં વિધાનસભા ગૃહની પ્રેક્ષક ગેલેરી પણ ખાલી રહે છે અને આંગળીના વેઢે ગણાય તેટલા મુલાકાતે આવનારા ગૃહની ચર્ચાની મજા માણે છે.ગુજરાત વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળમાં મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કોમેન્ટ કરતા જ મામલો ગરમાયો હતો. કોંગ્રેસના જે ચાર ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા તેના પર કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષ નેતા પરેશ ધાનાણી, ભાજપ પ્રમુખ વાઘાણીથી લઈ મુખ્યમંત્રી રૂપાણીએ એકબીજા સામે કોમેન્ટ કરી હતી. તો પંદર- પંદર કરોડમાં મંત્રી પદની લાલચ આપી લઇ ગયા અને ઘરના રહી ગયા જેવી પણ કોમેન્ટ થઈ હતી. જેમાં પરેશ ધાનાણીએ શાયરી કરતા કહ્યુ કે, ઘરનાં બંદરને પુરી રાખો છો અંદર... અને પારકાને ચૂકવ્યા પંદર.. પંદર...! જ્યારે ડોક્ટર આશાબેને આ બાબતે પોતાની અગાઉની ભડાશ પણ કાઢી નાખી હતી.  પ્રદીપસિંહ અને નિતીન પટેલે પોતાના સભ્યોને સાચવવા કોંગ્રેસને સલાહ આપી હતી. મામલો વધુ ગરમ થાય તે પહેલાં અધ્યક્ષે કહી દીધું કે, આ પ્રશ્નોત્તરીનો સમય છે એટલે આ બાબતની કોઇ ચર્ચા રેકોર્ડમાં લેવામાં નહીં આવે. ત્યારબાદ શાંતિ સ્થપાતા પ્રશ્નોત્તરી આગળ વધી હતી. 


Download Our B K News Today App



Related News