પ્રિયંકાએ કહ્યું- સરકારે અર્થવ્યવસ્થામાં પંચર પાડી દીધું; સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું- 5 ટ્રીલિયન ઈકોનોમી શક્ય નથી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-31 12:26:15
  • Views : 403
  • Modified Date : 2019-08-31 12:26:15

  • પ્રિયંકાએ ટ્વિટ કર્યું છે કે, જીડીપી વિકાસ દરથી સ્પષ્ટ છે કે, સારા દિવસોના પીપૂડા વગાડતી સરકારે અર્થવ્યવસ્થાને પંચર પાડી દીધું છેકેન્દ્રની મોદી સરકાર અર્થવ્યવસ્થા મામલે ચારેય બાજુથી ઘેરાતી જતી હોય તેવું લાગે છે. એખ બાજુ મોદી સરકાર અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાનો પ્રયત્ન કરી રહી છે ત્યારે બીજી બાજુ સહયોગી અને વિપક્ષ મોદી સરકારની આર્થિક નીતિ સામે સવાલ ઉભા કરી રહ્યા છે. કોંગ્રેસની સાથે સાથે બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પણ સરકારની નીતિઓ સામે સવાલ ઉભા કરીને 5 ટ્રિલિયન અર્થવ્યવસ્થાને ગુડબાય કેહવાની વાત કરી છે.કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ શનિવારે કહ્યું કે, જીડીપી વિકાસ દરથી સ્પષ્ટ દેખાય છે કે, સારા દિવસોના પીપૂડા વગાડતી ભાજપ સરકારે અર્થવ્યવસ્થાને પંચર પાડી દીધું છે. પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું છે કે, ન જીડીપી ગ્રોથ છે, ન રૂપિયો મજબૂત છે. રોજગારી પણ ગાયબ છે. હવે તો જણાવો કે અર્થવ્યવસ્થાને નષ્ટ કરી દેવાની આ કોની કરતૂત છે?બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પણ અર્થવ્યવસ્થા સામે સવાલ ઉભા કર્યા છે. સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું છે કે, આર્થિક નીતિ વગર 5 ટ્રિલિયન ઈકોનોમી શક્ય નથી. સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે, માત્ર સાહસ અથવા જ્ઞાનથી જ અર્થવ્યવસ્થાને ન બચાવી શકીએ. તે માટે બંનેની જરૂર હોય છે. આજે આપણી પાસે બંનેમાંથી એક પણ નથી.ગ્રોથ રેટ 6 વર્ષમાં સૌથી ઓછોચાલુ નાણાકીય વર્ષ 2019-20ના પહેલાં ત્રિમાસિક ગાળા (એપ્રિલ-જૂન)માં જીડીપી વિકાસ દર ઘટીને 5 ટકા થઈ ગયો છે. આ 6 વર્ષમાં સૌથી ઓછો છે. આ પહેલાં જીડીપી સૌથી ઓછો 4.3 ટકા જાન્યુઆરી-માર્ચ 2013માં જોવા મળ્યો હતો. ગયા ત્રિમાસીક ગાળામાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરની ગતિવિધિયોમાં જીડીપી ગ્રોથ પર સૌથી વધારે ખરાબ અસર થઈ હતી. આ સેક્ટરનો ગ્રોથ ઘટીને 0.6 ટકા જ થઈ ગયો હતો. જાન્યુઆરી-માર્ચમાં 3.1 ટકા હતો. સરકારે શુક્રવારે જીડીપીના આંકડા જાહેર કર્યા હતા.

Download Our B K News Today App



Related News