સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો પર ક્લાસ-1 અધિકારીઓ મુકાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-27 16:14:01
  • Views : 422
  • Modified Date : 2020-02-27 16:14:01

 ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB)ની માર્ચમાં લેવામાં યોજાનારી ધોરણ 10ની બોર્ડની પરીક્ષા દરમિયાન સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રોમાં રાજ્યના ક્લાસ-1 અને ક્લાસ-2 અધિકારીઓને મૂકવા માટે શિક્ષણ વિભાગે જવાબદાર પદાઘિકારીઓને જણાવવામાં આવ્યું છે. સરકાર તરફથી પદાધિકારીઓને આવશ્યકતા મુજબ કાર્યવાહી કરવાની અને સંવેદનશીલ કેન્દ્રો પર પરીક્ષાના ત્રણ કલાક કલાસ-1 અને કલાસ -2 અધિકારીઓને મૂકવા સૂચના આપવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જણાવાયું છે. જીએસઈબી તરફથી માર્ચ -2020માં લેવામાં આવનારી ધોરણ 10ની પરીક્ષા માટે અમદાવાદ સહિત રાજ્યભરમાં આશરે 935 જેટલા પરીક્ષા કેન્દ્રો નિર્ધારિત કરવામાં આવ્યાં છે. આ પરીક્ષા કેન્દ્રોમાંથી આશરે 50થી વધુ પરીક્ષા કેન્દ્રો એવા છે કે જે સંવેદનશીલ તેમ જ અતિશય સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રોમાં આવે છે. આ પરીક્ષા કેન્દ્રોમાં આવશ્યકતા જણાય તે મુજબ પરીક્ષાના ત્રણ કલાક દરમિયાન ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં કાર્યરત ક્લાસ-1 કે ક્લાસ-2 અધિકારીઓને મૂકવા માટેની સૂચના આપવામાં આવી છે.

Download Our B K News Today App



Related News