અમીરગઢ(તા)ના ગામમાંથી ભૂલા પડેલા બાળકનું પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-12 11:48:16
  • Views : 491
  • Modified Date : 2019-05-12 11:48:16

પાલનપુર અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ ઉપર પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી.તે સમયે રાજસ્થાન તરફથી આવી રહેલ એક બસના ચાલકે પોલીસને જોઇ પોતાની બસમાં બેઠેલ એક બાળક ભૂલો પડી ગયો હોવાની  પોલીસને જાણ કરી હતી.જેથી પોલીસે બાળકનો કબજો મેળવ્યો હતો.ત્યારબાદ પોલીસ સ્ટાફના માણસો દિલાવરસિંહ, રોહિતકુમાર, ઈલિયાસખાન, અનિશખાન સહિતના સ્ટાફ દ્વારા બાળકના પરિવારની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી.પરંતુ બાળક પોતાનું સરનામું બતાવી શકે તેમ ન હોવાથી પોલીસ દ્વારા સઘન પુછપરછના અંતે બાળક રાજસ્થાનના સિરોહીના સગોલીયા ગામનો હોવાની જાણકારી મળી હતી.જેના આધારે પોલીસ દ્વારા બાળકના પિતાને જાણ કરવામાં આવતા બાળકના પિતા તાત્કાલિક અમીરગઢ પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા અને આ બાળક  સિરોહી બસ સ્ટેશનથી ભૂલો
પડી ગયો હતો. તેમજ તે મુંબઇ તરફ જતી બસમાં બેસી ગયો હતો. ત્યારબાદ શોધ ખોળ કરી હતી.પરંતુ કોઈ પતો ન લાગ્યો હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું હતું.
જેથી પોલીસે બાળકના
પરિવારની તમામ હકીકત જાણી તેના પરિવાર સાથે બાળકનો મેળાપ કરાવતા
પરિવારે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.


Download Our B K News Today App



Related News