ડીસા માર્કેટયાર્ડ દ્વારા ભાચલવાના મૃતક પરિવારને એક લાખની સહાય ચૂકવાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-22 14:24:31
  • Views : 827
  • Modified Date : 2019-11-22 14:24:31

ડીસા તાલુકાના ભાચરવા ગામના વાલ્મીકિ સમાજના આશાસ્પદ યુવાનનું અકસ્માતમાં અવસાન થતાં ડીસા માર્કેટયાર્ડ દ્વારા મૃતકના પરિવારને રૂપિયા એક લાખની સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ડીસા (ડીસા માર્કેટયાર્ડ) ના ચેરમેન માવજીભાઇ દેસાઇ તેમજ સંચાલક મંડળ દ્વારા ડીસા શહેર અને તાલુકાની જનસંખ્યાને અકસ્માત વીમા યોજના હેઠળ આવરી લઇ અકસ્માત સુરક્ષા કવચ પુરૂ પાડવામાં આવી રહ્યુ છે. અકસ્માતમાં મૃત્યુ પામનાર કમનસીબ મૃતકોના પરિવારોને સહાયનો સત્વરે લાભ મળે તે માટે ડીસા માર્કેટયાર્ડના સેક્રેટરી એ.એન.જોષીના માર્ગદર્શન હેઠળ ઇન્સ્પેક્ટર પરબતજી વાધણીયા દ્વારા સરાહનીય સેવા આપી રહ્યા છે. ત્યારે ડીસા તાલુકાના ભાચલવા ગામના રમેશભાઈ ખેમાભાઈ વાલ્મીકિનું અકસ્માતમાં અવસાન થતાં મૃતકના પÂત્ન જાસ્નાબેન વાલ્મીકિને ડીસા માર્કેટયાર્ડ દ્વારા રૂપિયા એક લાખની સહાયનો ચેક ડીસા માર્કેટયાર્ડના ડીરેકટર અરજણભાઇ ચૌધરીના હસ્તે અને ડીસા માર્કેટયાર્ડના આસી. સેક્રેટરી કે.આર.આમોરીયા, ડીસા બિલ્ડર એસોસિએશનના પ્રમુખ કલ્યાણ રબારી અને ઇન્સપેક્ટર પરબતજી વાધણીયાની ઉપસ્થિતિમાં આપવામાં આવ્યો હતો.


Download Our B K News Today App



Related News