સ્વ.મેઘનાના પરિવારજનોની મુલાકાત લેતા પૂર્વ મંત્રી શંકરભાઇ ચૌધરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-21 13:44:11
  • Views : 696
  • Modified Date : 2019-06-21 13:44:11

વડગામવડગામ તાલુકાના નાંદોત્રા ગામમાં ત્રણ દિવસ પહેલાં જ રાહુલ ભરથરી દ્વારા મેઘના સામે બદ ઇરાદો રાખીને કચરા પોતું કરી રહેલ મેઘનાને આ યુવક દ્વારા તિક્ષ્ણ હથિયાર ગળાના ભાગે ફેરવીને મોતને ઘાટ ઉતારી હતી. જેને લઈને વડગામ સહિત સમગ્ર બનાસકાંઠામાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે.આ દુઃખદ ઘટના પગલે પૂર્વ મંત્રી અને બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી સ્વ.મેઘનાના પરિવારજનોની મુલાકાત લીધી હતી અને સ્વ.મેઘનાને શ્રધ્ધાંજલી આપીને મૃતક યુવતીના પરિવારજનોને શાત્વના પાઠવી હતી.પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરીએ ગૃહ અને કાયદા મંત્રી   પ્રદીપસિંહ જાડેજાની મુલાકાત લઇને નાંદોત્રાની સમગ્ર ઘટના બાબતે માહિતી આપી વાકેપ કરાયા હતા અને જણાવ્યું હતું કે સરકાર પણ મૃતક યુવતિના પરિવારને ન્યાય અપાવવહની ખાત્રી આપી હોવાનું જણાવ્યું હતું.


Download Our B K News Today App



Related News