ધાનેરાની પરિણીતા પાસે આઠ લાખનું દહેજ માંગી તગેડી મૂકી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-22 14:28:29
  • Views : 1243
  • Modified Date : 2020-07-22 14:28:29

ડીસાના મોરથલ ગોળીયા ગામની યુવતીને ધાનેરાના સાસરીયા દ્વારા રૂ.8 લાખની માગણી કરી શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતા સાસરી પક્ષનાં સાત સભ્ય સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધાયો હતો. ડીસાના મોરથલ ગોળીયા ગામના દલાજી ખીમાજી ટાંક(માળી)ની દીકરી ભારતીબેનના લગ્ન બે વર્ષ અગાઉ ધાનેરાના વેનાજી ભીખાજી સુંદેશા (માળી)ના દીકરા મુકેશકુમાર સાથે થયા હતા.છેલ્લાં એકાદ વર્ષથી મુકેશકુમાર તેમજ સાસરી પક્ષના સભ્યો ત્રાસ આપી મારઝૂડ કરી  "તારા પતિને ગાધીનગર કલાસ કરવા અને ધંધા માટે રૂ.8 લાખ રૂપિયા લાવ તારા પિતાએ દહેજમાં કંઇ આપ્યું નથી”તેમ કહી કાઢી મુકતા ભારતીબેન માળીએ સોમવારે ડીસા તાલુકા પોલીસ મથકે પતિ મુકેશકુમાર માળી,સસરા વેનાજી માળી,સાસુ ગીતાબેન માળી,નણંદ અલકાબેન માળી,કાકા સસરા અશોકકુમાર ભીખાજી માળી (પાંચેય રહે,શિવશક્તિ વિશ્વકર્મા સોસાયટી, ધાનેરા),સુરેશકુમાર દેવાજી માળી (રહે, રેલ્વે પુલ પાસે, ધાનેરા) અને દશરથજી બાબુજી સોલંકી (રહે,વસુધંરા સોસાયટી,કચ્છીકોલોની પાસે, ડીસા) સામે ફરિયાદ નોધાવી હતી.

Download Our B K News Today App



Related News