મને પુરૂષોનું પરફયુમ ખુબ પસંદ છે જાહ્નવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-13 14:46:17
  • Views : 448
  • Modified Date : 2019-12-13 14:46:17

 જાહ્નવી કપૂરને મેલ પરફયુમ ખુબ પસંદ છે એટલું જ નહીં, તેનું એમ પણ કહેવું છે કે તેને રાતના લેડીઝ-જેટ્‌સના પરફયુમ મિકસ કરવા પણ ગમે છે. જાહ્નવી કારગિલ ગર્લ તરીકે જાણીતા ઇન્ડિયન એરફોર્સના ભૂતપૂર્વ પાઇલટ ગુંજન સકસેનાની બાયોપિક 'ગુંજન સકસેના ઃ ધ કારગિલ ગર્લ'માં જોવા મળવાની છે. સાથે જ 'રૂહી અફઝા' અને 'દોસ્તાના ર' માં પણ અગત્યના રોલમાં દેખાશે. પરફયુમ વિશે જણાવતા જાહ્નવીએ કહ્યું કે 'મને ડેડીનું પરફયુમ ખરેખર ખૂબ જ ગમે છે. હું જયારે નાની હતી ત્યારે મારા ડેડીના વોર્ડરોબમાંથી તેમનું પરફયુમ લગાવતી હતી. ખરૃં કહું તો મને પુરૂષોનું પરફયુમ ખૂબ પસંદ છે. રાતના તો મને લેડીઝ-જેટ્‌સના પરફયુમ મિકસ કરીને એને થોડું ટેન્ગી અને ફોર્મલ બનાવવું ગમે છે.' પ્રેમની વ્યાખ્યા વિશે પૂછવામાં આવતા જાહ્નવીએ કહ્યું કે, 'મારા મતે પ્રેમને શબ્દોમાં વર્ણવી ન શકાય. એની કોઇ વ્યાખ્યા નથી, એનો તો અહેસાસ કરવાનો હોય. મને લાગે છે કે એ બધા કરતા વિશેષ છે. મેં એક કવોટ વાંચ્યો હતો કે આપણે લાઇફમાં જે કંઇ પર કરીએ છીએ એ વ્યકિત પાસેથી થોડો પ્રેમ મળી જાય એ માટે કરીએ છીએ. એથી આપણે લાઇફમાં માત્ર પ્રેમ મેળવવા માટે બધું કરીએ છીએ. હું પણ લોકો પાસેથી પ્રેમ મેળવવા માટે કામ કરતી રહીશ.'


Download Our B K News Today App



Related News