7 દિવસમાં સરકાર ગૌશાળા-પાંજરાપોળને સહાય જાહેર નહીં કરે તો આંદોલન કરાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-04 12:49:06
  • Views : 544
  • Modified Date : 2020-07-04 12:49:06

કોરોનાની મહામારીમાં અબોલ જીવોની હાલત પણ કફોડી બની ગઈ છે. ગૌશાળા પાંજરાપોળને મળનાર દાનની આવક બંધ થઈ ગઈ છે. જેના કારણે આશ્રિત પશુઓને કેમ કરી જીવાડવા તેવી મુંઝવણમાં મુકતા સંચાલકોએ અનેકવાર મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલ સહિત સ્થાનિક તંત્રને પણ લેખિત રજૂઆતો કરી હોવા છતાં આજદિન સુધી સરકારે ગૌશાળા પાંજરાપોળની સહાયની વાતને ધ્યાને લીધી ન હતી. જેથી શુક્રવારે ડીસા ખાતે જીલ્લાની ગૌશાળા અને પાજરાપોળના સંચાલકોએ પ્રેસ કોન્ફરન્સ યોજી સરકાર સમક્ષ રજૂઆત કરી હતી.આ અંગે સંચાલકોએ જણાવ્યું હતું કે "અમારી સંસ્થાઓને મળનાર દાનની આવક બંધ થઈ ગઈ છે અને આ પશુઓને નિભાવ માટે સરકાર સહાય કરે તે માટે સરકારે એપ્રિલ અને મે મહિનાની પ્રતિ પશુદિઠ દિન રૂ.25ની સહાય આપી તેનાથી માંડમાંડ આટલા દિવસ નીકળ્યા પણ હવે સરકારે આ પશુઓને બચાવવા લાંબા સમયની યોજના બનાવી સહાય જાહેર કરવી જોઈએ પણ સરકારે અમારી રજૂઆતને ધ્યાને લીધેલ નહી. જેથી 7 દિવસમાં  સરકાર અમારી માંગ મુજબ સહાય જાહેર નહિ કરે તો પશુઓના કલ્યાણ માટે અમારે સરકાર સામે આદોલન કરવું પડશે અને તે દરમિયાન જે પણ નુકશાન થશે તેની તમામ જવાબદારી સરકારની રહેશે. ’ગુજરાતમાં ગૌશાળા પાંજરાપોળમાં ચાર લાખથી વધુ પશુઓ આશ્રિત છે અને આ સંસ્થાઓ જીવદયાનાં હેતુથી પશુઓની સારસંભળ તેમજ નિભાવ કરેે છે અને તેનો નિભાવ કરવાનો ખર્ચ દાનની આવકમાંથી ચાલે છે. પરંતુ સંસ્થાઓ દાતાઓના દાન પર જ નિર્ભર હોય છે. જેમાં એક પશુને એક દિવસ નિભાવવાનો ખર્ચ અંદાજિત રૂપિયા 45 થી 55 નો થતો હોય છે. વર્ષ 2018માં ગૌશાળા પાજરાપોળના સંચાલકોએ સહાય માટે પશુઓને રસ્તા પર છોડી મુકી સરકાર સામે આદોલનનું હથિયાર ઉગમ્યું હતું અને હજારો પશુઓ રોડ પર ખુલ્લા છોડી મુક્યા હતા. ત્યાર બાદ સરકારને ભાન થયું અને સરકારે સંચાલકો સાથે બેઠક કરી સંચાલકોની માંગો સ્વીકારી હતી. 

Download Our B K News Today App



Related News