વાવ તાલુકામાં ઠેરીયાણા ગામમાં પીવાના પાણીનો પોકાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-06 10:49:10
  • Views : 504
  • Modified Date : 2019-05-06 10:49:10

વાવ તાલુકાના ઠેરીયાણા ગામમાં છેલ્લાં પાંચ દિવસથી બિલકુલ પાણી નથી આવતું ગામની ટાંકી અને અવાડા
સુકા-ભઠ જાવા મળ્યાં હતા તેમજ ગામના સરપંચને રજુઆત કરતાં સરપંચે પાણી
પુરવઠાને જાણ કરી પરંતુ કોઈ સાંભળતુ નથી. પીવાના પાણીના ફાંફા પડતાં લોકો થરાદથી પાણીનું ટેંકર પોતાના ખર્ચ મંગાવી પીવાનું પાણી પીએ છીએ. તેમજ ગામના પશુઓની હાલત બદતર બની હતી કોઈપણ જાતની પાણીની વ્યવસ્થા કરી નથી. થરાદ વાવ તાલુકામાં પાણીના ધાંધીયા જાવા મળી રહ્યા છે. તંત્ર નર્મદા કેનાલનો મંત્ર જાપી વાતને અલ્પવિરામ મુકે છે. તંત્ર દ્વારા બીજી કોઈ પાણીની વ્યવસ્થા કરવામાં આવી નથી.

Download Our B K News Today App



Related News