વડગામના સિસરાણાના પરા ભાટવાસમાં પીવાના પાણીનો બોર શોભાના ગાંઠિયા સમાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-25 07:24:56
  • Views : 459
  • Modified Date : 2019-04-25 07:24:56

વડગામ તાલુકાના સિસરાણાના પરા વિસ્તાર  ભાટવાસમાં બે વર્ષ અગાઉ ગ્રામ પંચાયત દ્વારા બોર બનાવવામાં આવ્યો હતો પણ હાલ તેની શોભાના ગાંઠીયા સમાન હાલત છે.  બોર અને
પીવાના પાણીની ટાંકી બનાવ્યા પછી ગ્રામપંચાયતના સત્તાધીશો બોરમાં પાણી આવે છે કે નહિ અને બોરને જોવા માટે ફરક્યા પણ નથી. ત્યારે ગામમાં પ્રાથમિક સુવિધાઓ ન હોવાથી ગ્રામજનોએ વારંવાર નેતાઓ અને તંત્રને જાણ કરવાં છતાં આંખ આડા કાન કરતા હોય તેમ ગ્રામજનોએ જણાવ્યું હતું.
વડગામ તાલુકાના સિસરાણાના પરા વિસ્તાર ભાટવાસમાં ગ્રામપંચાયત દ્વારા બે વર્ષ અગાઉ ગામમાં પીવાના પાણી માટે ટાંકી અને બોર બનાવવામાં આવ્યો હતો. આ બોર છેલ્લાં બે વર્ષથી શોભાના ગાંઠીયા સમાન છે. કારણ કે ગ્રામ પંચાયતના સત્તાધીશોએ બોર બનાવ્યો ખરા પણ તેમાં
પાણી છે કે નહિ તેની તપાસ માટે એક વખત પણ બોરમાં મોટર ઉતારવા આવી નથી. કે બોરની હાલત કેવી છે તે જોવા પણ આજદીન સુધી જોવા નથી.આવ્યા. ત્યારે સિસરાણાના પરા ભાટવાસના અડધા ભાગમાં બીજા બોરનું
પાણી આવે છે અને બાકીના લોકોને પાણી ઉપાડી જે લાવવું પડે છે. ત્યારે આ અંગે ગ્રામજનોએ વધુમાં જણાવ્યું હતું કે અમારા ગામના રોડ,ગટર, રાત્રીના સમય માટે સ્ટેટ લાઈટ જેવી ગામમાં હજુ પ્રાથમિક સુવિધાઓ પણ ગ્રામ પંચાયત દ્વારા હજુ કરવા આવી નથી. ત્યારે જિલ્લા મેજિસ્ટ્રેટનો હુકમ છે કોઈ પણ જગ્યાએ બોરવેલ ખુલ્લી હાલતમાં ન હોવો જોઈએ. છેલ્લાં બે વર્ષથી ખુલ્લા પડેલા બોરમાં કોઈ નાનું બાળક પડે કે અગાઉ પણ બોરમાં બાળકો પડવાની ઘટનાઓ ઘટી છે ત્યારે આ બોરમાં કોઈ બાળક પડે અને ઘટના બને તો તેના માટે જવાબદાર કોને ગણવું તે પણ એક સવાલ ગ્રામજનોમાં ફરી રહ્યો છે. ત્યારે આ આજે ગ્રામજનોનું કહેવું છે કે તાત્કાલિક સરકાર દ્વારા અમારા ગામમાં પીવાના પાણી માટે બોર બનાવવામાં આવે અને પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં આવે.

Download Our B K News Today App



Related News