કાંકરેજના થરામાં પંડીત દિનદયાલ ઉપાધ્યાય ટાઉનહોલનું ખાતમુહૂર્ત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-17 12:16:15
  • Views : 440
  • Modified Date : 2020-07-17 12:16:15

કાંકરેજના થરામાં આવેલી નગરપાલિકા વિસ્તારમાં સરકાર દ્વારા મંજુર થયેલ સ્વર્ણિમ જયંતિ મુખ્ય શહેરી વિકાસ યોજના અન્વયે વાળીનાથ મંદીરની બાજુમા પંડીત દિનદયાલ ઉપાધ્યાય ટાઉનહોલનું 116.20 લાખના ખર્ચે તેમજ નગરપાલિકા વિસ્તારમાં જુદીજુદી જગ્યાએ સી.સી.રોડ, પેવર બ્લોક રોડ, 14મું નાણાપંચની ગ્રાન્ટ હેઠળ આંગણવાડીનું 95 લાખના કામોનું ખાતમુહુર્ત ગુરુવારે કાંકરેજ ધારાસભ્ય કિર્તિસિંહ વાઘેલાના વરદહસ્તે તેમજ નગરપાલિકા પ્રમુખ વસંતભાઇ ઘાંઘોસ, ચિફ ઓફીસર અંકિત વાણીયા, સુખદેવસિંહ સોઢા, પૃથ્વીરાજસિંહ વાઘેલા, ખાનુભા વાઘેલા, કિરીટભાઇ ઠક્કર, દશરથભાઇ દેસાઇ, તેજાજી ઘાંઘોસ, બળદેવભાઇ રાવલ, ભુપતભાઇ પરમાર, ફકુભાઇ સાંચોરા, મધુભાઇ સોની વગેરે કાર્યકરો દ્વારા કરાયું હતું. તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાનનું કામ પુર્ણ થયેલ પરસોતમભાઇ કાળાભાઇ રાવલ તેમજ ઇરફાનભાઇ ઇશુભાઇ મેમણને મકાનની ચાવી આપી સરકારની આવાસ યોજનાનો લાભ અપાયો હતો.

Download Our B K News Today App



Related News