પંચમહાલમાં પ્રેમી પંખીડાએ સજોડે આપઘાત કરતા ચકચાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-05-04 17:54:58
  • Views : 24
  • Modified Date : 2025-05-04 17:54:58

પંચમહાલ જિલ્લામાં આવેલા શહેરા તાલુકાના દલવાડા ગામમાં પ્રેમી પંખીડાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.

 પ્રેમી પંખીડાએ આપઘાત કર્યો હોવાની માહિતીને પગલે આસપાસમાંથી લોકોના ટોળા એકત્ર થયા હતા. ઘટનાને પગલે યુવક-યુવતીના પરિવારજનોએ આક્રંદ કર્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેર તાલુકાના દલવાડા ગામે ૨૦ વર્ષીય પ્રેમી પંખીડાએ સજાેડે આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે.  દલગાડા ગામે એક જ ફળિયામાં રહેતા ૨૦ વર્ષીય યુવક-યુવતીને એકબીજા સાથે પ્રેમસંબંધ હતો. યુવક-યુવતી સાથે રહી શકે તેમ ન હોવાથી બંને ગામના ખેતરમાં ઝાડ પર લટકી જીવનનો અંત આણ્યો હતો. આપઘાતના બનાવની જાણ થતાં યુવક અને યુવતીના પરિવારજનો અને સ્થાનિકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

આપઘાતના બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે બંનેની લાશ ઝાડ પરથી નીચે ઉતારી હતી પંચનામાની કાર્યવાહી કરી હતી. ત્યારબાદ બંનેના મૃતદેહોને શહેરા રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હતા.

Download Our B K News Today App



Related News