રાતની ઠંડી ઓછી થશે, દિવસે વાદળો આવે અને પવનો વાય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-09 13:37:58
  • Views : 453
  • Modified Date : 2019-12-09 13:37:58


રાયડાનો પાક તૈયાર થયે તેની કાપણી સવારમાં કરવી. તેના પાછળાં ભેગા કરી ૨થી ૩ દિવસ રાખી થ્રેસરમાં દાણા છૂટા પાડવાં. ઉનાળુ બાજરીમાં મોડા પડયા હોય તો બાજરીની યોગ્ય જાતનો સર્ટીફાઈડ બાજરીનું વાવેતર કરી શકાય. ફેબ્રુઆરી માસમાં વાવેતર કરેલ બાજરીના પાકમાં પાકને અવસ્થાને ધ્યાને લઈ પાકમાં પારવણી નીંદામણ વગેરે કાર્યો કરવાં. પાક ૨૦ દિવસનો થાય ત્યારે બે છોડ વચ્ચે અંતર જળવાઈ રહે તે રીતે છોડની પારવણી કરવી. ઉનાળુ બાજરીમાં ધરૂ ઉછેર કરી ફેરરોપણી કરવાથી ઉત્પાદન સારૂ મળી શકે. ઉનાળુ મગફળીના પાકમાં પિયતની ખાસ કાળજી રાખવી. કટોકટી અવસ્થાએ ચોક્કસ કરીને પિયત આપવું. ઉનાળા મગફળીમાં પાક પીળો પડે. તો તે અંગેના દ્રાવણના છંટકાવ કરવા. શાકભાજીના પાકમાં અગાઉ વાવેતર કરેલ હોય તો નીંદામણ વગેરે કરવું. મોડા વાવેતર કરવાના હોય તો અનુકૂળ જાતનું બિયારણ મેળવી વાવણી કરવી. ઉનાળુ મગનું વાવેતર કરી શકાય. દિવેલાના પાકમાં પરિપક્વ માળો ઉતારતાં રહેવું. બાગાયતી પાક આંબા, ચીકુ વગેરેમાં પાક સંરક્ષણના પગલાં લેવા. બોરના પાકમાં ફળો ઉતારી પ્રુનીંગ કરવું. નવી ફૂટમાં ભૂરી છારો ના આવે તે અંગેના પાક-સંરક્ષણના પગલાં લેવા. ઘઉંના પાકમાં છેલ્લા પાણીની ખેંચ ન પડે તે રીતે પાણી આપવું. ઉનાળુ તલનું વાવેતર કરેલ હોય તો તેમાં નીંદામણ પિયતની કાળજી રાખવી.  હવામાન આગાહીદિવસના ભાગમાં ધીરે-ધીરે ગરમીનું પ્રમાણ વધતું જશે. જો કે વહેલી સવારના ભાગમાં ઠંડા પવનો ફૂંકાશે. કોઈ-કોઈ વખતે સવારે વાતાવરણ ધૂંધળું પણ થઈ જાય. કોઈ વખત ધુમ્મસ જેવું હવામાન થઈ જાય. ઝાકળ પણ પડે. પવનના લીધે ઝાડ પાનનાં પાંદડા ખરતાં જણાશે. વનસ્પતિની નવ પલ્લવિતતા ફૂલછોડ ઉપર જણાશે. વૈશ્વિક પર્યાવરણમાં ઘણા ફેરફાર જોવા મળશે. દેશના દક્ષિણ પૂર્વીય તટ્ટીય ભાગોમાં વરસાદની સંભાવનાઓ રહેશે. સાગરમાં હળવા પ્રકારનાં હવાનાં દબાણ ઊભા થતાં જણાશે. દરિયાકિનારે પવન રહે. જમીન ઉપરનાં ભાગમાં ધૂળભર્યા હળવા પ્રકારનાં વંટોળ જણાશે. ઋતુમાં વિપરીત થઈ જાય. દેશના ઘણા ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાનમાં વધારો થવા છતાં હજુપણ દેશના ઉત્તરીય પર્વત્તીય પ્રદેશોમાં ભારે હિમવર્ષાની શક્યતાઓ રહેશે. હિમાચલ પ્રદેશ જમ્મુ-કાશ્મીરના ભાગો, પંજાબ અને હરિયાણાના ભાગોમાં હવામાનમાં પલટા જોવા મળશે. જમ્મુ-કાશ્મીરના ભાગોમાં ઠંડકના વરસાદની શક્યતાઓ જોવા મળે. જ્યારે દેશના ઉત્તરીય ભાગોમાં કમોસમી વરસાદની સંભાવનાઓ રહે. હવામાન વિષમ જેવું રહેતાં હવામાન રોગીષ્ઠ પણ થઈ જાય. તેવી ઋતુમાં વિપરીયતા જોવા મળે. ઘણી વખત ગરમી તો વળી પવનના લીધે ગરમીમાં ઘટાડો, ક્યારેક અણધાર્યા પલટાથી ઠંડા પવનોની અસરો આમ બેવડી ઋતુ જેવો હવામાન થઈ જવાની સંભાવનાઓ પણ રહે. પિૃમ વિક્ષેપની અસરો 

પણ જણાશે. રાજસ્થાન, ગુજરાત અને કચ્છના ભાગોમાં હવામાનમાં પલટા આવે. વાદળો આવે. 

પવન રહે. મહારાષ્ટ્રના વિદર્ભના ભાગોમાં ધીરે-ધીરે ગરમીનું પ્રમાણ વધતું જશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ન્યુનત્તમ તાપમાનમાં વધારો જોવા મળે. પશ્ચિમ બંગાળ, આસામ તેમજ દક્ષિણ પૂર્વીય ભાગોમાં વાદળવાયુ અને કોઈ-કોઈ ભાગોમાં કમોસમી વરસાદની શક્યતાઓ રહેશે. ગુજરાતના ભાગોમાં મહત્તમ અને ન્યુનત્તમ તાપમાનમાં વધારો થવા છતાં પવનોને લીધે ઘણી વખત ગરમી ઓછી જણાય. મધ્ય દક્ષિણ ગુજરાતના ભાગોમાં ગરમી અને ભેજયુક્ત હવામાન રહે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભેજનું પ્રમાણ રહે. કચ્છના ભાગોમાં પવનની ગતિ રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં ગતિ રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં ન્યુનત્તમ તાપમાન ૧૫ ડીગ્રી આસપાસ રહેવાની શક્યતાઓ રહે. ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન ૩૩ ડી.ગ્રી. આસપાસ રહેવાની સંભાવનાઓ રહે. દરિયાકિનારાના ભાગોમાં ન્યુનત્તમ તાપમાન ૧૮ ડિ.ગ્રી. આસપાસ રહેવાની શક્યતાઓ રહે. ગુજરાતના ઘણા ભાગોમાં ન્યુનત્તમ તાપમાન ૧૬ ડી.ગ્રી. આસપાસ રહેવાની સંભાવનાઓ રહે. દેશ તેમજ રાજ્યના ભાગોમાં હવામાન અંગે જોતાં માર્ચ તા.૪થી ૬ વાદળવાયુ, ગરમી વધે. સવારે ઠંડા પવનો ફૂંકાય માર્ચ તા.૭થી તા.૮ રાજ્યનાં કોઈ-કોઈ ભાગોમાં વાદળો આવે. માવઠુ થવાની સંભાવનાઓ રહે. તા.૯થી તા.૧૦ દેશના ઉત્તરીય પર્વત્તીય પ્રદેશોમાં હિમ વર્ષાની સંભાવનાઓ રહે. રાજ્યમાં પવન ફૂંકાય.  પ્રાચીન-વર્ષા વિજ્ઞાનવાર-ફળ અંગે જોતાં મહાવદ તેમજ ફાગણ સુદમાં ૫ મંગળવાર હોય તો માગશર વદ અને પોષ સુદમાં ૫ શનિવારનું ફળ જમીનમાં પાક ઉત્પાદન માટે આ ફળ સારૂ ગણાતું નથી. બીની વાવણી કરવી સારી ગણાતી નથી તેવો ઉલ્લેખ છે. મહાવદ અમાસે મંગળવાર હોય તો દુષ્કાળ પડે. મહાવદ અમાસે સૂર્યગ્રહણ હોય તો વર્ષ સારૂ આવે. મહાવદી તેરસે ઈન્દ્ર ધનુષ જણાય તો જેઠ માસમાં સારો વરસાદ થાય. મહાવદ ચૌદશે રવિવાર હોય તો રોગચાળો પેદા થાય. મહાવદી અમાસે વાદળો હોય અને ઠંડા પવનો ફૂંકાતા હોય તો ઘઉંના પાકને નુકસાન થાય. 


Download Our B K News Today App



Related News