પશુઓનો જીવ લઈ રહ્યું છે પ્લાસ્ટિક, દર વર્ષે હજારોનું થાય છે મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-12 18:33:39
  • Views : 465
  • Modified Date : 2019-09-12 18:33:39

વડાપ્રધાન મોદી વેટનરી યૂનિવર્સિટીમાં પોલીથિન ખાઈ અને બીમાર ગાયની સર્જરી જોવા પહોંચ્યા હતા. દર વર્ષે પ્લાસ્ટિક ખાવાથી દેશમાં હજારો ગાયના મોત થાય છે. પ્લાસ્ટિકનો કચરો જમીન પર વસતા પ્રાણીઓ સાથે પાણીમાં વસતા જીવો માટે પણ જોખમ બની ગયો છે. યૂનાઈટેડ નેશંસની એક રિપોર્ટ અનુસાર દુનિયામાં દર વર્ષે 500 બિલિયન પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કરવામાં આવે છે. કયા રાજ્યોના હાલ બેહાલપ્લાસ્ટિક પોલિથીન ખાવાથી મૃત્યુ પામનાર ગાયોના આંકડા મોટા છે. આ યાદીમાં જે રાજ્યોના નામ આવે છે તેમાં સૌથી ખરાબ સ્થિતિ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનની છે. વર્ષ 2017માં ઉત્તર પ્રદેશના પશુ ચિકિત્સક વિભાગની એક રિપોર્ટ અનુસાર માત્ર લખનઉમાં પોલીથીન ખાવાથી દર વર્ષે 1000 ગાયોના મોત થાય છે.  રાજસ્થાનમાં પણ પશુઓની સ્થિતિ દયનીય છે. વર્ષ 2018માં આવેલી એક રિપોર્ટ અનુસાર અહીં છેલ્લા 4 વર્ષમાં પ્લાસ્ટિકનો કચરો ખાવાથી 1000 પશુઓના મોત થયા છે. સમુદ્રી જીવને પણ જોખમયૂનાઈટેડ નેશંસની રિપોર્ટ અનુસાર 2050 સુધીમાં સમુદ્રમાં માછલીઓ કરતાં વધારે પ્લાસ્ટિકનો કચરો હશે તેનો અંદાજ છે. સમુદ્રમાં જમા પ્લાસ્ટિકના કચરાથી દર વર્ષે સમુદ્રી જીવોની અંદાજે 700થી વધારે પ્રજાતિ પ્રભાવિત થાય છે. સમુદ્રી પ્રજાતિ પ્લાસ્ટિકને ખોરાક સમજી ખાઈ લે છે અને થોડા સમયમાં જ તે મૃત્યુ પામે છે. પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કર્યા બાદ લોકો તેને કચરામાં ફેંકી દે છે. આ રીતે રસ્તા પર ખોરાકની શોધમાં નીકળેલા પ્રાણી તે પ્લાસ્ટિકને ખાઈ જાય છે. પ્લાસ્ટિકમાં કેટલાક એવા કેમિકલ્સ હોય છે જેની સુગંધ ખોરાક જેવી લાગે છે. જેના કારણે પ્રાણી તેને ખાઈ જાય છે. આવા જીવ માટે પ્લાસ્ટિક પચાવવું અસંભવ છે. તેમના આંતરડામાં જતા પ્લાસ્ટિકના રિએક્શન ખૂબ ખરાબ હોય છે. કેટલીકવાર તેઓ અણીદાર પ્લાસ્ટિકને ગળે ઉતારી શકતા નથી અને તેમનું મોત શ્વાસ રુંધાવાથી થઈ જાય છે. પ્લાસ્ટિકમાં કેમિકલ્સ હોય છે તેના કારણે પ્રાણીઓને ઈંફેકશન થઈ જાય છે અને તે તેમના મૃત્યુનું કારણ બને છે. 

Download Our B K News Today App



Related News