પાલનપુરમાં બંધની અફવાને પગલે ખરીદી માટે વહેલી સવારથી જ ભીડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-21 12:26:53
  • Views : 710
  • Modified Date : 2020-07-21 12:26:53

પાલનપુરમાં મંગળવારથી સમગ્ર માર્કેટ પાંચ દિવસ માટે બંધ રહેવાની રવિવારે સોશિયલ મિડીયામાં વહેતી થયેલી અફવાને પગલે ખરીદી કરવા સોમવારે શહેરની બજારોમાં લોકોની ભીડ જામી હતી. અને ઠેર ઠેર  સોશિયલ ડિસ્ટન્સના નિયમોનો ભંગ થતો નજરે પડ્યા હતા.જોકે લોકો ચાર વાગ્યા સુધી ખરીદી કરી જતા રહ્યા ત્યાં સુધી પોલીસ અને પાલિકા તમાશો જ જોતી રહી હતી.અનલોક દરમ્યાન પાલનપુર અને ડીસામાં કોરોનાનું સંક્રમણ વધી જતા  કલેક્ટરે 10 થી 20 જુલાઇ સુધી પાલનપુર અને ડીસામાં બપોરે 4 વાગ્યા બાદ બજાર બંધનું જાહેરનામું પ્રસિધ્ધ કરાયું હતું. જો કે સોમવારે જાહેરનામાનો છેલ્લો દિવસ હોઇ રવિવારે સોશિયલ મિડીયામા મંગળવારથી પાંચ દિવસ સુધી બજાર બંધ રાખવા વેપારી એસોસિએશન તેમજ તંત્રએ નિર્ણય કર્યો હોવાની અફવાને પગલે લોકો જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ ખરીદવા સોમવારે વહેલી સવારે બજારમાં ઉમટી પડતા સોશિયલ ડિસ્ટન્સ સહીતના નિયમોનો ભંગ થયો હતો. 

Download Our B K News Today App



Related News