ચોરીના આરોપીને પકડતી પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-12 14:05:27
  • Views : 1181
  • Modified Date : 2020-03-12 14:05:27

ચોરીના આરોપીને પકડતી પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ 


પોલીસ અધિક્ષક તરૂણકુમાર દુગ્ગલ બનાસકાંઠા પાલનપુરનાઓની સૂચના મુજબ અને નાયબ પોલીસ અધિક્ષક પાલનપુર ડીવીઝનના માર્ગદર્શન હેઠળ પો.ઇ. આર.કે. સોલંકી પાલનપુર શહેર પશ્ચિમ પો.સ્ટે.નાઓની સૂચના મુજબ  જોરાવરસિંહ સરદારસિંહ, ચન્દ્રકુમાર બાબુલાલ, વનરાજસિંહ ખુમસિંહ, યોગેશદાન વિજયદાન, નથુભાઇ ભીખાભાઇ, શોહરતખાન હયાતખાન વિગેરે પોલીસ સ્ટાફના માણસો સાથે પાલનપુર શહેર પશ્ચિમ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન પાલનપુર શહેર પશ્ચિમ પો.સ્ટે.ફ.ગુ.રજી. ૧૦૭૪૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦ મુજબ તા. ૨૨/૦૨/૨૦૨૦ ના રોજ ગુનો દાખલ થયેલ અને જે ગુનાના કામે સા.સ. ગુજરાતના સી.સી.ટી.વી. ફુટેજ તથા અન્ય જગ્યાએથી મળેલ સી.સી.ટી.વી. ફુટેજમાં જણાય આવેલ સુઝુકી એક્સીસ રજી. નં. જીઆઈ ૦૯ એસી એસ ૧૮૦ તથા સકમંદ ઇસમોના ચહેરાઓની તપાસ દરમ્યાન ફુટેજ વાળા ઇસમોને પકડી પાડી તેઓની પાસેથી સદરે ગુનામાં ચોરીમાં ગયેલ મુદામાલ પૈકી ઓપો કંપનીના મોબાઇલ નંગ-૧૧ તથા આઇટેલ કંપનીના મોબાઇલ નંગ-૧૧ તથા ડેલ કંપનીનું લેપટોપ નંગ-૧ તથા ચોરી કરવામાં વાપરેલ સુઝુકી એક્સીસ રજી. નં. જીઆઈ ૦૯ એસી એસ ૧૮૦ સાથે આરોપી નં. (૧) રાકેશભાઇ રામાભાઇ બાવરી તથા નં. (૨) બેશી ઓમપ્રકાશ જાતે બાવરી બંને રહે.બાવરી ડેરા (તારાનગર) માનસરોવર ફાટક પાસે પાલનપુર બનાસકાંઠા વાળાઓને પકડી પાડી સદરે ગુનો દાખલ કરી પાલનપુર શહેર પશ્ચિમ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


Download Our B K News Today App



Related News