પાલનપુરના પટોસણમાં યુવતિને ભગાડી જઈ પરિવારજનો ઉપર ઘાતકી હુમલો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-06 13:57:47
  • Views : 1117
  • Modified Date : 2020-03-06 13:57:47

પાલનપુરના પટોસણમાં યુવતિને  ભગાડી જઈ પરિવારજનો ઉપર ઘાતકી હુમલો 

પાલનપુર તાલુકાના પટોસણ ખાતે એક યુવતિને ભગાડી લઈ જઈ અને ભગાડી જનાર યુવક અને તેના માણસો દ્વારા યુવતિના પરિવારજનોના ઘરે જઈ ઘાતક હથિયારોથી હુમલો કરાતાં એક મહિલા સહિત પાંચ વ્યકિતઓને ઈજાઓ થતા તમામને સારવાર અર્થે પાલનપુર સિવિલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. હુમલો કરનાર ૧૮ વ્યક્તિઓ સામે ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. સમગ્ર બનાવની વિગત એવી છે કે પાલનપુર તાલુકાના પટોસણ ખાતે રહેતા અમુભાઈ મુજાતની દીકરીને ગામનો જ સંતોષ ઉર્ફે આઝાદ મણાજી ઠાકોર નામનો ઈસમ થોડા સમય પહેલાં ભગાડી ને લઈ ગયેલ હતો. જે બાબતે બુધવારે બપોરના સમયે આ સંતોષ તેમજ તેના સાથીદારો ભેગા મળી ઘાતક હથિયારો લઈને યુવતિના કુટુંબીઓના ઘરે જઈ અચાનક હુમલો કર્યો હતો અને બપોરનો સમય હોઈ બધા લોકો સુતેલા હતા. તે દરમિયાન આ આરોપીઓ ત્યાં જઈને કહેવા લાગેલા કે સંતોષને ટક્કર કોને મારી તેમ કહી ઓચીંતો લાકડીઓ,  ઈંટ, કુહાડી , અને ધારીયાથી હુમલો કરતાં પાંચ વ્યકિતઓને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને ધમકીઓ આપી હતી. અચાનક થયેલા હુમલાથી તમામ લોકો હેબતાઈ ગયા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે પાલનપુર સિવિલ હોÂસ્પટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ગઢ પોલીસને જાણ કરાતાં ગઢ પોલીસે પાલનપુર સિવિલમાં  જઈને હુમલો કરનાર ૧૮ વ્યકિતઓ સામે ગુનો દાખલ કર્યો હતો. આરોપીઓને ઝડપી પાડવાની તજવીજ ગઢ પીએસઆઈ પી. જી. રાજપૂતે હાથ ધરી હતી. 



Download Our B K News Today App



Related News