પાલનપુરમાં સીએએના સમર્થનમાં ૭૫૦ મીટર તિરંગા સાથે વિશાળ રેલી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-27 15:32:30
  • Views : 586
  • Modified Date : 2019-12-27 15:32:30

 બનાસકાંઠા નાગરિક સમિતીએ રેલી યોજી સરકારને અભિનંદન આપી આભાર વ્યક્ત કર્યો

એકબાજુ દેશભરમાં નાગરિક સુધારા બિલનો વિરોધ થઇ રહ્યો છે. ત્યારે બીજી બાજુ  પાલનપુર ખાતે બનાસકાંઠા નાગરિક સમિતીના ઉપક્રમે પાલનપુર ખાતે ૭૫૦ મીટર તિરંગા સાથે સીએએના સમર્થનમાં વિશાળ રેલી યોજાઈ હતી.કેન્દ્રની મોદી સરકારે સીએએ બીલ પાસ કરતા દેશભરમાં અલ્પ સંખ્યકોને ગુમરાહ કરી રાજકીય પક્ષો હિંસક વિરોધ પર ઉતરી આવ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં હિન્દુ સંગઠનો સહિતના રાષ્ટ્રવાદી સંગઠનો અને વિવિધ સામાજિક સંસ્થાઓ તેના સમર્થનમાં આવી છે. ત્યારે  પાલનપુર ખાતે બનાસકાંઠા નાગરિક સમિતિના ઉપક્રમે વિશાળ રેલી યોજાઈ હતી. પાલનપુરના મરઘાં ઉછેર કેન્દ્ર પાસે યોજાયેલી જનસભામાં સીએએ બીલ વિશે વિસ્તૃત સમજ આપી તે બિલ કોઈની નાગરિકતા છીનવી લેવા માટે નહીં પણ નાગરિકતા આપવા માટેનું બીલ હોઈ તેના થતા રાજકીય વિરોધથી લોકોને અવગત કરાયા હતા. બાદમાં ત્યાંથી ૭૫૦ મીટર લાંબા તિરંગા સાથે વિશાળ રેલી નીકળી હતી. જે રેલી કલેકટર કચેરીએ પહોંચી હતી. જ્યાં અધિક કલેકટરના માધ્યમથી રાષ્ટ્રપતિને ઉદ્દેશીને લખાયેલો પત્ર સોંપવામાં આવ્યો હતો. જેમાં સરકારને સમર્થન આપતા આભાર વ્યક્ત કરાયો હતો. આ કાર્યક્રમમાં સાંસદ પરબતભાઈ પટેલ, ધારાસભ્ય શશીકાંત પંડ્‌યા, જિલ્લા ભાજપના અગ્રણીઓ, વિવિધ સામાજિક સંસ્થાઓ, સ્વૈચ્છીક સંસ્થાઓના અગ્રણીઓ સહિત જિલ્લભરમાંથી મોટી સંખ્યામાં રાષ્ટ્રવાદી નાગરિકો હાજર રહ્યા હતા. 

Download Our B K News Today App



Related News