પાલનપુરમાં રાજીવ ગાંધી આવાસના મકાનોમાં પાણીની મોકાણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-06 15:05:02
  • Views : 407
  • Modified Date : 2020-02-06 15:05:02

 પાલનપુરમાં રાજીવ ગાંધી આવાસના મકાનોમાં પાણીની મોકાણપાલનપુર માલણ દરવાજા વિસ્તારમાં નગરપાલિકા દ્વારા રાજીવ ગાંધી આવાસ યોજનામાં મકાન બનાવવામાં આવ્યા છે. પરંતુ પુરતી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં ન આવતા રહીશોને ભારેહાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યાં પાણીની મોકાણ સર્જાતા સ્થાનિક રહીશોએ પાલિકા સામે રોષ ઠાલવ્યો હતો.સરકાર દ્વારા ગરીબ પરિવારને ઘરનું ઘર મળે તે માટે રાજીવ ગાંધી આવાસ યોજના હેઠળ પાલનપુર શહેરના માલણ દરવાજા વિસ્તારમાં ૨૫૦ ઉપરાંતના  ફ્‌લેટ સિસ્ટમના મકાનો બનાવવામાં આવ્યા છે. જેમાં પંદર જેટલા પરિવારોને મકાનના પજેસન આપી દેવામાં આવતા લોકો મકાનોમાં રહેવા આવ્યા છે. પાલિકા દ્વારા મકાનો તો બનાવવામાં આવ્યા છે પરંતુ પુરતી સુવિધાઓ ઉપલબ્ધ ન કરવામાં આવતા રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ અંગે રહીશોએ જણાવ્યું 



Download Our B K News Today App



Related News