ડોભાલે કહ્યું- પાકિસ્તાની ભારતમાં બેઠેલા તેમના લોકોને પૂછે છે, શું અમે તમને બંગડીઓ મોકલી'તી?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-07 18:41:28
  • Views : 503
  • Modified Date : 2019-09-07 18:41:28

ભારતીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે કહ્યું કે, પાકિસ્તાન ભારતમાં અસ્થિરતા લાવવાનો પ્રયત્ન કરી રહી છે. તેમણે જણાવ્યું કે, પાકિસ્તાન બોર્ડરના 20 કિમીના અંતરમાં લાગેલા તેમના ટાવરથી ભારતને સંદેશો મોકલવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને તેમાંથી અમુક મેસેજ સાંભળ્યા પણ છે. તેઓ ભારતમાં બેઠેલા તેમના લોકોને પૂછી રહ્યા છે કે, શું અમે તમને બંગડીઓ મોકલી છે?બોર્ડર નજીક 230 આતંકીઓ જોવા મળ્યા છે- ડોભાલડોભાલે જણાવ્યું કે, જ્યારે અમે તેમના મેસેજ સાંભળવાનો પ્રયત્ન કર્યો તો તેઓ અહીં તેમના બેઠેલા લોકોને પૂછી રહ્યા છે કે, ભારતમાં સફરજનની ટ્રકોનું મૂવમેન્ટ કેવી રીતે થઈ રહ્યું છે? શું તમે લોકો તેને રોકી નથી શકતા? શું અમે તમને બંગડીઓ મોકલી છે.રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે કહ્યું- પાકિસ્તાન મુશ્કેલી ઉભી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. 230 પાકિસ્તાની આતંકવાદીઓ જોવા મળ્યા છે. તેમાંથી અમુક લોકોએ ઘૂસણખોરીનો પ્રયત્ન કર્યો હતો અને અમુક લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે.પાકિસ્તાની આતંકવાદીઓથી કાશ્મીરની રક્ષા કરવા માટે અમે પ્રતિબદ્ધ છીએ. પાકિસ્તાન પાસે કાશ્મીરમાં અસ્થિરતા લાવવા માટે એક જ હથિયાર છે, આતંકવાદ. અમે કાશ્મીરીઓની રક્ષા કરીશું. ભલે પછી અમારે અમુક પ્રતિબંધો કેમ ન લગાવવા પડે.તેમણે કહ્યું કે, મને સંપૂર્ણ વિશ્વાસ છે કે મોટા ભાગના કાશ્મીરીઓ અનુચ્છેદ 370 ખતમ કરવાના સમર્થનમાં છે. તેઓ મોટી શક્યતાઓને જોઈ રહ્યા છે. તેઓ તેમનું ભવિષ્ય, આર્થિક પ્રગતિ અને રોજગારીની તક જોઈ રહ્યા છે. માત્ર અમુક ઉપદ્રવી લોકો જ આનો વિરોધ કરી રહ્યા છે.આર્મીના અત્યાચારનો તો સવાલ જ ઉભો નથી થતો. અહીં માત્ર જમ્મુ કાશ્મીર પોલીસ અને કેન્દ્રીય બળ જ પબ્લિક ઓર્ડરને સંભાળી રહ્યા છે. ભારતીય સેના અહીં આતંકવાદીઓ સાથે લડવા માટે છે.ડોભાલે કહ્યું- જમ્મુ-કાશ્મીરના 199 પોલીસ સ્ટેશનમાંથી માત્ર 10 પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ પ્રતિબંધ લાગુ છે. અન્ય જગ્યાઓ પર કોઈ પ્રતિબંધ નથી. 100 ટકા લેન્ડલાઈન કનેક્શન ચાલુ છે. 92.5 ટકા વિસ્તારમાં કોઈ પ્રતિબંધ લાગુ નથી.કાશ્મીર વિશે પાકિસ્તાન ખોટો પ્રચાર કરે છે- ડોભાલશ્રીનગરથી રોજ 750 ટ્રક નીકળી રહી છે. શુક્રવારે બે આતંકવાદીઓએ એક ફળના વેપારી હમીદુલ્લાહ રાથેરને ટાર્ગેટ કરવાનો પ્રયત્ન કર્યો હતો. તે નમાઝ પઢવા ગયો હતો તેથી આતંકીઓ તેને શોધી ન શક્યા. તેઓ વેપારીના બે નોકરોને લઈને તેમના ઘરે ગયા હતા. ત્યાં વેપારીનો દીકરો મો. ઈરશાદ અને તેની અઢી વર્ષની દીકરી આસ્મા જહાને ગોળી મારી હતી. હવે બંને આતંકીઓ ભાગી ગયા છે. એક અન્ય ઘટનામાં એક દુકાનદાર તેની દુકાન ખોલવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. ત્યારે આતંકીએ તેને ગોળી મારી દીધી હતી.પાકિસ્તાન અહીંની સ્થિતિ બગાડવા માંગે છે અને ફરી આંતરરાષ્ટ્રીય સમુદાયમાં કહેવા માંગે છે કે, અહીં અસ્થિરતા છે. પાકિસ્તાન ખોટા અને ધૃણિત પ્રચારમાં જોડાયેલું છે.રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે કહ્યું કે, કોઈ પણ નેતા ઉપર દેશદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો નથી. તેમને ત્યાં સુધી અટકાયતમાં રાખવામાં આવશે જ્યાં સુધી કાશ્મીરની સ્થિતિ સામાન્ય ન થઈ જાય. જ્યાં સુધી લોકતંત્ર કામ ન કરવા લાહે. મને વિશ્વાસ છે કે, કાશ્મીરમાં બહુ જલદી સ્થિતિ સારી થઈ જશે.ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતાં ડોભાલે જણાવ્યું છે કે, મને લાગે છે કે, જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ જેવો મેં અંદાજ રાખ્યો હતો તેના કરતાં ઝડપથી સારી થઈ રહી છે. માત્ર એક ઘટનાની માહિતી મળી છે. 6 ઓગસ્ટે એક યુવકનું મૃત્યુ થયું છે. પરંતુ તેને ગોળી નહતી વાગી. પોર્સ્ટમોર્ટમ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કોઈ વજનવાળી વસ્તુ વાગવાથી યુવકને ઈજા થઈ હતી. આટલા દિવસોમાં માત્ર એક જ ઘટના બની છે.

Download Our B K News Today App



Related News