પાલિકા પ્રમુખને સસ્પેન્ડ કરવા નગરસેવકની મ્યુનિસિપલ કમિશ્નરની કોર્ટમાં ફરિયાદ કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-02 12:02:09
  • Views : 682
  • Modified Date : 2020-07-02 12:02:09

 પાલનપુર નગરપાલિકામાં  વર્ષો બાદ નવો બનેલો વિકાસ નકશો એક વાર ફરી ચર્ચામાં આવ્યો છે.  સદસ્ય અમૃત દાઢીએ પ્રમુખને ફરી વિવાદમાં ઘસડી નકશામાં ગેરરીતિ મામલે સસ્પેન્ડ કરાવવા  ગાંધીનગર સ્થિત કમિશનરની કોર્ટમાં ફરિયાદ કરી છે. વિકાસ નકશો જાણીજોઈને છુપાવવામાં આવ્યો હોવાનું માહિતી અધિકારમાં પુરવાર થતા ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. નગરસેવક અમૃતભાઈ જોષી દ્વારા પાલિકાના વિકાસ નકશાની ગેરરીતિ બાબતે કમિશનરશ્રી મ્યુનિસિપાલિટી ગાંધીનગરની કોર્ટમાં ગુજરાત મ્યુનિસિપલ એક્ટ 1963ની કલમ 37 મુજબ પાલિકા પ્રમુખ અશોકભાઈ ઠાકોરને પ્રમુખ પદેથી તેમજ સભ્ય પદેથી દૂર કરવાની રજૂઆત કરી છે. તેમના જણાવ્યા મુજબ "વિકાસ નકશો ધારા કન્સલ્ટન્સીએ 22 મેં 2018ના રોજ રજુ કરી દીધો હતો. પરંતુ 64 દિવસ પછી  26 જુલાઈ 2018 ના રોજ ટાઉન પ્લાનીંગ સમિતિની બેઠક બોલાવી તેમાં નકશો મુકવામાં આવ્યો.  વિકાસ નકશો પરામર્શ માટે મોકલવા 7 પત્ર લખ્યા, જોકે નગર નિયોજકને વિકાસ નકશો પરામર્શ માટે રજુ કરવો ન પડે તે માટે ખોટો અને ગેરકાયદેસર હુકમ કરવામાં આવ્યો,  ભ્રષ્ટાચાર આચરવાના મલિન ઇરાદાથી વારંવાર ખોટા ખોટા નકશાઓ બનાવી પ્રજાજનો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવવાનો સમય મળી રહે તે માટે ખોટા હુકમ કરવામાં આવ્યા,  26 જુલાઈ 2018 થી વિકાસ નકશો કમિટીએ મંજૂર કર્યો હોવા છતાં 188 દિવસ પછી સામાન્ય સભામાં ઠરાવ મુકવામાં આવ્યો. આ વચ્ચેના સમય દરમ્યાન પ્રજાજનોને ખોટા ખોટા નકશાઓ બતાવી  નવા નવા નકશાઓ બનાવી ગ્રીન બેલ્ટ, ડી.પી.રોડ અને ઝોનીંગનો ડર બતાવી મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. સૂચિત વિકાસ નકશો ત્રુટીઓ વાળો તેમજ ગેરરીતિઓ વાળો છે. પ્રજાજનો દ્વારા આ વિકાસ નકશાની ગેરરીતિઓ બાબતમાં પ્રજાજનો દ્વારા સરકારમાં મોટા પાયે રજૂઆતો થઇ છે. આ બધા કારણોને લીધે વિકાસ નકશો 6 વર્ષે પણ મંજૂર થઇ શકયો નથી. આમ પાલિકા પ્રમુખ અશોકભાઈ ઠાકોર દ્વારા સત્તાનો દુરુપયોગ કરી તારીખ 27 જુલાઈ 2018 ના રોજ ટી.પી કમિટીમાં વિકાસ નકશા બાબતે ઠરાવ થયો હોવા છતાં તેમજ 13 ઓગસ્ટ 2018ની ખાસ સામાન્ય સભા તેમજ 29 ઓક્ટો.2018ની સામાન્ય સભામાં એજન્ડામાં વિકાસ નકશા બાબતનો ઠરાવ સામેલ ન કરી કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યુ છે.જે મામલે પ્રમુખ અને સભ્યપદેથી દૂર કરવા ફરિયાદ છે.

Download Our B K News Today App



Related News