કોરોનાને નાથવા પાલનપુરમાં બજાર બપોર બાદ બંધ રહેશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-03 10:29:47
  • Views : 1165
  • Modified Date : 2020-07-03 10:29:47

ગ્રામ્ય વિસ્તાર બાદ શહેરી વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધવા લાગ્યું છે. પાલનપુર અને ડીસા શહેરમાં થોડા દિવસમાં ઉડીને આંખે વળગે તેવા કેસો બનતા ચિંતા વધી છે.  પાલનપુર શહેરમાં નવા 7 કેસ પોઝિટિવ આવતા કુલ આંક  239 સુધી પહોંચી ગયો છે.  પાલનપુરમાં વધુ કેસો નોંધાતા શહેરના કરિયાણા રેડીમેડ વેપારી સંઘઠન, હેર કટીંગ સલૂન,  પાન બીડી માચીસના વેપારી સંગઠનોએ બપોર બાદ બજારો 31 જુલાઈ સુધી બંધ રાખવા સામૂહિક નિર્ણય લીધો છે.  બીજી તરફ ડીસામાં બે દિવસમાં 20 જેટલાં કેસ પોઝિટિવ આવ્યાં રહ્યો છે. ડીસામાં અત્યાર સુધીમાં  70 થી વધુ કેસ નોધાઇ ચૂક્યા છે.  બુધવારે આઠ કેસ પોઝિટિવ આવ્યાં બાદ ગુરૂવારે વધુ 10 કેસ પોઝિટિવ આવ્યા છે. ત્યારે ડીસામાં અનલોક દરમ્યાન વેપારીઓ અને નગરજનો સોશિયલ ડીસ્ટન્સ અને સરકારની ગાઇડ લાઈનનું ચૂસ્તપણે પાલન કરવામાં આવે તે માટે નગરપાલિકા કચેરી ખાતે વિવિધ વેપારી સંગઠનો દ્વારા બેઠક યોજાઇ હતી.  આ અંગે નગરપાલિકાના ચીફ ઓફીસર ઉપેન્દ્ર ગઢવીએ જણાવ્યું હતું કે "કોરોના મહામારીમાં સંક્રમણ ન વધે તે માટે વેપારીઓ અને નગરજનોએ તકેદારી રાખવાની જરૂર છે તેમજ સોશિયલ ડીસ્ટન્સ અને સરકારની ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરનાર સામે દંડકીય કાર્યવાહી કરાશે."

ડીસાના પોઝિટિવ કેસની યાદી

  •  દિલીપકુમાર ઠરીયાણી (રહે, રાજકમલ પાર્ક, ડીસા)
  •  શિલ્પાબેન પરમાર  (રહે, રાણપુર, તા. ડીસા)
  •  કપિલાબેન સોની (રહે, નેમિનાથ નગર, ડીસા)
  •  સોમાજી પરમાર  (રહે, રાણપુર, તા. ડીસા)
  •  હર્ષદભાઈ વ્યાસ  (રહે, ક્રિષ્ના બંગ્લોઝ, ડીસા)
  •  જગદીશભાઇ ઠકકર (રહે, ડીસા)
  •  પ્રિયાબેન અગ્રવાલ (રહે, ડીસા)
  •  નવિનભાઇ ગોહિલ (રહે, આસોપાલવ સોસાયટી, ડીસા)
  •  રજનીકાંત પાવાલા (રહે, શાસ્ત્રીનગર, ડીસા)
  •  કંચનબેન સોની (રહે, ડીસા)

પાલનપુર,કાણોદર, વડગામના કોરોના પોઝિટિવ દર્દીઓ

  • ગોવિંદ સોલંકી, પાલનપુર.
  • અલ્પેશભાઈ મેવાડા, પાલનપુર
  • સંજયભાઈ પટેલ, પાલનપુર
  • રાહુલ ત્રીકમભાઈ શર્મા ચંડીસર તા.પાલનપુર.
  • દિનેશ કેસર ભાઈ ચૌધરી પટોસણ. તા.પાલનપુર
  • રિજવાનઅલી પરેસીઆ, કાણોદર
  • અમરતભાઈ પરમાર, ધોતા, વડગામ

સોશિયલ ડીસ્ટન્સ,સરકારની ગાઇડલાઈનનું પાલન કરાવવા ડીસા પાલિકામાં મળેલી વિવિધ વેપારી સંગઠનોની બેઠકમાં જ સોશિયલ ડિસ્ટન્સનો અભાવ
ડીસામાં અનલોક દરમ્યાન વેપારીઓ અને નગરજનો સોશિયલ ડીસ્ટન્સ અને સરકારની ગાઇડ લાઈનનું ચૂસ્તપણે પાલન કરવામાં આવે તે માટે ડીસા નગરપાલિકા કચેરી ખાતે મળેલી વિવિધ વેપારી સંગઠનોની બેઠકમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો.

Download Our B K News Today App



Related News