પાલનપુર- ડીસા સાથે જ હવે ગામડાઓમાં સંક્રમણની રફતાર, જિલ્લામાં વધુ 36 કેસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-29 10:39:46
  • Views : 1078
  • Modified Date : 2020-07-29 10:39:46

   પાલનપુર ડીસા સાથે હવે ગામડાઓમાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.જિલ્લામાં પાલનપુરમાં 12, ડીસા.આ 7,લાખણી તાલુકામાં 5, વડગામ તાલુકામાં 4, વાવ તાલુકામાં 3, ભાભર તાલુકામાં 2,અમીરગઢ તાલુકામાં 1, દિયોદર તાલુકામાં 1, અને સુઇગામ તાલુકામાં 1 કેસ સાથે વધુ 36 કેસ નોંધાયા છે.જિલ્લામાં કુલ સંક્રમિત 834 થઈ ગયા છે.જેમાં પાલનપુર શહેર અને તાલુકામાં સહુથી વધુ કેસ નોંધાતા પાલિકા દ્વારા કન્ટેઇનમેન્ટ કામગીરી હાથ ધરાઈ હતી. પાલિકા સભ્યે સીઓ પાસે કોરોનાની વિગતો માંગીપાલિકા સદસ્ય અમૃતભાઈ જોષીએ પાલિકાના ચીફ ઓફિસર સતિષભાઈ પટેલને પાલિકાના કર્મચારી કે કર્મચારીઓ તેમજ સદસ્ય કે સદસ્યોને કોરોના પોઝિટિવ આવેલ હોય તો તેની માહિતી આપવા પત્ર પાઠવ્યો છે.જેમાં કર્મચારી કે સદસ્ય પોઝિટિવ આવેલ હોય તો તેનું નામ અને સરનામું, પાલિકા પાલનપુર ને જાણ થઈ તે તારીખ અને સમય અને પાલિકા દ્વારા તેમને કોરોન્ટાઇન કરેલ હોય તો કઈ તારીખે કેટલા સમયે તેમજ કયા વિસ્તારમાં કેટલા ઘરો કન્ટેઈનમેન્ટ ઝોન માં આવરી લીધેલ છે તેની સંપૂર્ણ વિગત આપવા માંગ કરી છે.પાલનપુર શહેર: 1. સ્વપ્નીલ ફ્લેટના તમામ ઘર, કીર્તિસ્તંભ 2. અંબિકા સોસાયટી, બેચરપુરા 3. તારાનગર-1, બાવરી ડેરા 4. અક્ષતમ-1, આકેસણ હાઇવે 5. ક્રિષ્ના સોસાયટી, ગોબરી રોડ 6. લંગરીવાસ, વિરબાઇ ગેટ 7. ચાંદ સૈયદની દરગાહ ભીલવાસ સુધી, વિરબાઇ ગેટ 8. લક્ષ્મીનગર, માનસરોવર રોડ 9. સુરજ પાર્ક સોસાયટી, આકેસણ 10. ઠાકોરવાસ, દિલ્હીગેટ 11. ગોલ્ડન પાર્ક, એગોલા રોડ 12. ગુરૂકૃપા ભાગ-2, આકેસણ રોડ 13. સ્વાગત સીટી, ડીસા હાઇવે 14. શક્તિનગર, બેચરપુરા 15. તિરૂપતિ ભાગ-1, હનુમાન ટેકરી 16. સીટી સાક્ષાત, વીરસીટી 17. કોટવાળી શેરી, દિલ્હીગેટ 18. શિવનગર, એગોલા રોડ ડીસા શહેર: 1. વોર્ડ નં.5, એસસી ડબ્લ્યૂ હાઇસ્કૂલ પાસે 2. વોર્ડ નં.2, 4-નેમિનાથ નગર, પારસ-4 3. વોર્ડ નં.2, પૃથ્વી એસ્પન ગ્રીન 4. વોર્ડ નં.5, લચ્છાજીની ચાલી 5. વોર્ડ નં.8, ડોલીવાસ મસ્જીદ પાછળ 6. વોર્ડ નં.1, ઉન્નતિપાર્ક 7. વોર્ડ નં.1, બી.કે.ગેલેક્ષી 8. વોર્ડ નં.4, આશાપુરા સોસાયટી 9. વોર્ડ નં.10, સાર્થક બંગ્લોઝ 10. વોર્ડ નં.11, ખારાકુવા, પાટણ શહેર અને જિલ્લામાં મંગળવારે કોરોનાના સૌથી વધુ 46 કેસ નોંધાયા હતા જેમાં પાટણમાં 21 સહિત તાલુકામાં 23 કેસ નવા પ્રકાશમાં આવ્યા હતા.આ સાથે પાટણ જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 741 થયો છે.જ્યારે મહેસાણામા દાળમીલના ખાંચામા આવેલ બેંક ઓફ બરોડાના 54 વર્ષના લાખવડના યુવાનનું સોમવારે સાંજે મોત થયુ હતુ.મહેસાણા સહિત જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે ત્યારે મંગળવારે વધુ 17 પોઝિટિવ કેસ નોંધાયા હતા.હિંમતનગર| સાબરકાંઠામાં મંગળવારે વધુ 8 વ્યક્તિઓનો પોઝિટિવ રિપોર્ટ આવતાં જિલ્લામાં કુલ આંક 420 એ પહોંચી ગયો છે.જ્યારે અરવલ્લીમાં મંગળવારે કોરોનાના વધુ 2 કેસ આવતાં જિલ્લામાં પોઝિટિવનો આંક 322 થયો છે.

Download Our B K News Today App



Related News