પાલનપુર,વડગામ,દાંતીવાડા પંથકમાં મોડી રાત્રે ઝાપટું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-04 11:44:46
  • Views : 501
  • Modified Date : 2020-07-04 11:44:46

 પાલનપુરમાં દિવસ ભર ઉકળાટ બાદ શુક્રવારે રાત્રે 9:30 કલાકે કડાકા-ભડાકા સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું. 15 મિનિટ સુધી વરસેલા વરસાદના પગલે સમગ્ર તાલુકામાં ઠંડક પ્રસરી ગઇ હતી. આ ઉપરાંત વડગામ તાલુકાના કેટલાક ગામોમાં પણ મોડી રાત્રે ઠંડા પવન સાથે વરસાદી છાંટાની શરૂઆત થઇ હતી. પાલનપુર તાલુકાના ગઢ પંથકમાં તેમજ દાંતીવાડા તાલુકાના કેટલાક ગામોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ઝરમર વરસાદ પડ્યો હતો.

Download Our B K News Today App



Related News