પાલનપુર તાલુકાની 242 શાળાઓમાં ટેબ્લેટ વિતરણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-02 10:58:26
  • Views : 623
  • Modified Date : 2020-07-02 10:58:26

 પાલનપુર તાલુકાની 242 સરકારી તેમજ ગ્રાન્ટેડ શાળાઓમાં શૈક્ષણિક તેમજ વહીવટીકાર્ય સુગમતાથી થાય તે ઉદ્દેશ્યથી સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા ટેબ્લેટ આચાર્યઓને સી.આર.સી.કો.ઓ મારફત બી.આર.સી.કો.ઓ. પાલનપુર આનંદભાઈ મોદીના હસ્તે આપવામાં આવ્યા હતાં. તેમજ કેનેડાના દાતા દ્વારા ભગવદ્દગીતાનું પણ સાથે સાથે વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સી.આર.સી.કો.ઓ. રહીમખાન પઠાણ સહિત શાળાઓના આચાર્યઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Download Our B K News Today App



Related News