આજથી પાલનપુર અને ડીસામાં 4 વાગ્યા પછી બજાર બંધ રહેશેઃ કલેક્ટરનું ફરમાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-10 10:43:38
  • Views : 787
  • Modified Date : 2020-07-10 10:43:38

બનાસકાંઠા જિલ્લાના ડીસા અને પાલનપુર મુખ્ય શહેરોને 20 જુલાઈ સુધી સાંજે ચાર વાગ્યા સુધી ચાલુ રાખવા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. સવારે 7 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી જ બજારમાં લોકો ખરીદી માટે જઈ શકશે. ત્યારબાદ લોકોને ઘરની બહાર ન નીકળવા કલેકટર દ્વારા જાહેરનામુ બહાર પાડીને સૂચના આપવામાં આવી છે.જિલ્લામાં વધુ 18 કેસ પોઝિટિવ આવતા કુલ સંક્રમિત લોકોની સંખ્યા 367 પહોંચી ગઈ છે.પરિસ્થિતિ વણસે તે પહેલા વહીવટી તંત્ર દ્વારા જુદા જુદા એસોસિયેશન સાથે અભિપ્રાય મેળવી સવારે 7 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી જ બજારો ખુલી રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે જેનું 20 જુલાઈ સુધી બધાએ પાલન કરવા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે.જિલ્લાની મુલાકાતે આવેલા પ્રભારી સચિવ અરૂણકુમાર સોલંકીએ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને જણાવ્યું હતું કે અનલોક-2માં લોકો બજારમાં છૂટથી ફરી રહ્યા છે. સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન ન કરનારા દુકાનદારો સામે દંડાત્મક કાર્યવાહી કરીએ.

Download Our B K News Today App



Related News