વાહ... ઠંડી,ગરમી અને વરસાદથી પાકને રક્ષણ આપવા ખાસ ‘કવચ’

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-12 17:59:53
  • Views : 517
  • Modified Date : 2020-03-12 17:59:53

 હાલના તબક્કે વાતાવરણમાં ખુબ વિસમતાઓ આવી ગઈ છે,દરરોજ ક્યારેક ધુમ્મસ તો ક્યારેક ઠંડી. દિવસમાં ઠંડીથી લઈને વરસાદ સુધી ત્રણેય ઋતુ અનુભવાઈ રહી છે. ત્યારે કચ્છના ખેડૂતોએ હવે બાગાયત ખેતી હોય કે શાકભાજી પોતાના પાકને સંરક્ષણ આપવા ખાસ પ્રકારનું કવચ ઉપયોગમાં લેવાનું શરુ કર્યું છે. જેમાં અવારનવાર વાડીઓમાં સફેદ તાડપત્રી જેવા દેખાતું તે પોલી પ્રોપિલિન નોન વુવંન પ્લાન્ટ પ્રોટેક્શન કવર હોય છે.જે પાકને જીવાત,રોગ,વધુ પડતા સૂર્યપ્રકાશથી અને ધુમ્મસ સાથે કેટલીક હદે અલ્ટ્રા વાયુકેટ કિરણોથી પણ બચાવે છે.નાયબ બાગાયત નિયામક ડો.ફાલ્ગુન મોઢએ કહ્યું કે,ખાસ કરીને દાડમ,તડબૂચ,શક્કરટેટી અને શાકભાજીમાં તે અત્યંત ઉપયોગી નીવડે છે.ખુલ્લા દાડમમાં જો ત્રણ આંગળીથી વધુ ડાઘ હોય તો તે માત્ર 20 રૂપિયા કિલો વેચાય છે,જયારે આ પ્રકરણ કવચમાં સુરક્ષિત પાકના ભાવ ખેડૂતોને 80 રૂપિયે કિલો સુધીના મળી રહ્યા છે. તો ખેડૂતો હવે પ્રગતિશીલ વિચારધારા અપનાવી વધુ નફો મેળવતા થયા છે.

Download Our B K News Today App



Related News