પાકિસ્તાની લશ્કરે સફેદ ઝંડા ફરકાવ્યા, સોશ્યલ મિડિયા પર ફોટોગ્રાફ થયા વાઇરલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-07 13:24:13
  • Views : 783
  • Modified Date : 2019-08-07 13:24:13

કેન્દ્ર સરકારે જમ્મુ કશ્મીરનો ખાસ દરજ્જો ખતમ કરીને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કર્યા બાદ સોશ્યલ મિડિયા પર એક ફોટોગ્રાફ વાઇરલ થયો હતો જેમાં સરહદ પર પાકિસ્તાની લશ્કરના જવાનો સફેદ ઝંડા ફરકાવીને શાંતિની યાચના કરી રહ્યા હોય એવી છાપ પડતી હતી. ફેસબુકના નિયમિત વપરાશકાર રાજદીપ રૉયે ચોથી ઑગસ્ટે આ ફોટોગ્રાફ સોશ્યલ મિડિયા પર મૂક્યો હતો. ઊંચાણવાળા સ્થાને ઊભેલો એક ભારતીય સૈનિક તળેટી તરફ જોઇ રહ્યો છે જ્યાં પાકિસ્તાની સૈનિકો સફેદ વાવટો લઇને ઊભેલા દેખાય છે. રાજદીપ રૉયે આ ફોટોગ્રાફ સાથે કેપ્શન તરીકે લખ્યું હતું, આપણા લશ્કરે કરેલી સર્જરીનું આ પરિણામ છે. પાકિસ્તાની લશ્કર હાથમાં સફેદ ઝંડો લઇને ભારતીય સૈનિકો પાસે શાંતિની યાચના કરી રહ્યા છે. આપણા જવાનો માટે ગૌરવ અનુભવો અને કહો જય જવાન...જો કે બીજી બાજુ પાકિસ્તાની લશ્કર સરહદ પર તોપમારો કરીને યુદ્ધ તહકૂબીનો સતત ભંગ કરી રહ્યું છે અને પાકિસ્તાની વડા પ્રધાન ઇમરાન ખાને કશ્મીર પ્રશ્ને  ફરી યુનોમાં ફરિયાદ કરવાની અને વધુ આતંકવાદી હુમલાની ધમકી ઉચ્ચારી હતી.

Download Our B K News Today App



Related News