પાકિસ્તાનને ભારતે આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું – તમારી ચાલને દુનિયા સમજી ચુકી છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-30 13:58:13
  • Views : 506
  • Modified Date : 2019-08-30 13:58:13

બેલેસ્ટિક મિસાઇલ ગઝનવીનાં પરીક્ષણની વચ્ચે પાકિસ્તાની ધમકીઓનો ભારતે જોરદાર જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કહ્યું છે કે પાકિસ્તાનનાં નેતા વાતાવરણ ડહોળવાનો પ્રયત્ન ના કરે. જણાવી દઇએ કે જમ્મુ-કાશ્મીરને મળેલો વિશેષ દરજ્જો ખત્મ કરવામાં આવ્યા બાદ ભારતનાં આ નિર્ણયથી પાકિસ્તાન ઘણું જ ચિંતિત જોવા મળી રહ્યું છે. આ કારણ છે કે જમ્મુ-કાશ્મીરને લઇને પાકિસ્તાનનાં નેતાઓ સતત ભડકાઉ ભાષણ આપી રહ્યા છે.

પાકિસ્તાનનાં ભડકાઉ નિવેદનોની નિંદા કરી

વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, “ભારતનાં આંતરિક મુદ્દા પર પાકિસ્તાનનાં નેતાઓનાં અત્યારનાં નિવેદનોની અમે નિંદા કરીએ છીએ. આ ઘણું જ બેજવાબદારીપૂર્ણ છે.” તેમણે કહ્યું કે પાકિસ્તાનનાં મંત્રી શેખ રશીદ દ્વારા આપવામાં આવેલું નિવેદન ભારતમાં માહોલ ખરાબ કરવાનો પ્રયત્ન છે. જણાવી દઇએ કે બુધવારનાં શેખ રશીદે કહ્યું હતુ કે, “કાશ્મીરની આઝાદીનાં અંતિમ સંઘર્ષનો સમય આવી ગયો છે અને આ વખતે ભારત સાથે થનારું યુદ્ધ અંતિમ હશે.”પાકિસ્તાનની ચાલને દુનિયા સમજે છે

રવીશ કુમારે કહ્યું કે, “દુનિયાની સામે પાકિસ્તાન તણાવપૂર્ણ સ્થિતિ દર્શાવવા ઇચ્છે છે, પરંતુ પાકિસ્તાનની ચાલને દુનિયા સમજે છે. દુનિયા જાણે છે કે પાકિસ્તાન માહોલ ખરાબ કરે છે. જમ્મુ-કાશ્મીરને લઇને પાકિસ્તાન તરફથી આપવામાં નિવેદન આપણા મુદ્દામાં દખલ છે. આપણી સુરક્ષા એજન્સીઓ સ્થિતિનો સામનો કરવા માટે સક્ષમ છે.” તેમણે કહ્યું કે, “5 ઑગષ્ટ બાદ જમ્મુ-કાશ્મીરમાં એક પણ ગોળી નથી ચલાવવામાં આવી. પોલીસની કાર્યવાહીમાં ખીણમાં કોઈનો પણ જીવ નથી ગયો. 85 ટકા પોલીસ મથક વિસ્તાર કોઈ પણ ડેટા રિસ્ટ્રિક્શનનાં છે. હૉસ્પિટલમાં દવાઓની ઉણપને લઇને અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. હવે ધીરે ધીરે સકારાત્મક સુધારો જોવા મળ્યો છે.”પાકિસ્તાને આતંકવાદને પોતાની નીતિ તરીકે અપનાવ્યો

એ પુછવામાં આવતા કે શું પાકિસ્તાને ભારત માટે હવાઈ ક્ષેત્ર બંધ કર્યું છે? જવાબમાં તેમણે કહ્યું કે, પાકિસ્તાન તરફથી હવાઈ ક્ષેત્ર બંધ કર્યું હોવાની પુષ્ટિ કરતુ કોઈ નિવેદન આવ્યું નથી. ગુજરાતમાં આતંકી હુમલાનાં એલર્ટ પર વાત કરતા MEA રવીશ કુમારે કહ્યું કે, “આપણે તમામ જાણીએ છીએ કે પાકિસ્તાને આતંકવાદને પોતાની નીતિ તરીકે અપનાવ્યો છે. તે પોતાની જમીનથી આતંકવાદ અને આતંકવાદીઓને મદદ કરે છે. અમે આશા રાખીએ છીએ કે તે આતંકવાદીઓ સામે કાર્યવાહી કરશે અને એક સારું પડોશી બનશે. અમને આશા છે કે પાકિસ્તાન આંતરરાષ્ટ્રિય માપદંડો અને જવાબદારીઓનું પાલન કરશે.”રવીશ કુમારે કહ્યું કે, “પાકિસ્તાન ભારતને પરેશાન કરવા માટે આતંકનો સહારો લે છે. પાકિસ્તાન આ બધું એ માટે કરી રહ્યું છે કારણ કે દુનિયાને લાગે કે કંઇક થઇ રહ્યું છે. આ જ કારણ છે કે પાકિસ્તાની નેતાઓ દ્વારા 40-50 ભડકાઉ નિવેદન આવી ચુક્યા છે.”


Download Our B K News Today App



Related News